૧૬મી સીઝનના રોમાંચક લીગ રાઉન્ડના અંત બાદ નૉક-આઉટ રાઉન્ડનો ધમાકેદાર આરંભ

16 March, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છી લોહાણા અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ક્વૉર્ટર ફાઇનલમાં

તસવીર : અનુરાગ અહિરે

પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પરાજય સાથે કચ્છી ભાનુશાલી અને નવગામ વીસા નાગર વણિક ટુર્નામેન્ટમાંથી બહાર : ડિફેન્ડિંગ ચૅમ્પિયન હાલાઈ લોહાણાએ માહ્યાવંશીને પરાસ્ત કરતાં ઘોઘારી લોહાણા સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી 

કાંદિવલી-વેસ્ટમાં પોઇસર જિમખાનામાં ચાલી રહેલી ‘મિડ-ડે કપ’ની ૧૬મી સીઝનના નવમા દિવસે છેલ્લી બે લીગ મૅચ બાદ નૉક-આઉટ રાઉન્ડનો આરંભ થયો હતો. પ્રથમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં બે કચ્છી ટીમો, કચ્છી લોહાણા અને કચ્છી ભાનુશાલી વચ્ચે ટક્કર જામી હતી. લીગમાં શાનદાર પર્ફોર્મ કરનાર કચ્છી ભાનુશાલી બૅટર્સના ફ્લૉપ-શોને લીધે નૉક-આઉટ રાઉન્ડના પ્રથમ મુકાબલામાં જ કચ્છી લોહાણા સામે હારીને આઉટ થઈ ગઈ હતી. બીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલના બૅટર્સે મેદાન ગજવતાં નવગામ વીસા નાગર વણિકની સફરનો પણ વહેલો અંત આવી ગયો હતો.

આ પહેલાં છેલ્લી બે લીગ મૅચમાંની પ્રથમ ખૂબ મહત્ત્વપૂર્ણ હતી અને એમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન હાલાઈ લોહાણાએ તેમનો ચૅમ્પિયન ટચ જાળવી રાખતાં માહ્યાવંશીને ૮ વિકેટે પરાસ્ત કરીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હાલાઈ લોહાણાએ માહ્યાવંશીને હરાવતાં અન્ય લોહાણા ટીમ, ઘોઘારી લોહાણ માટે પ્રી-ક્વૉર્ટર ફાઇનલનાં દ્વાર ખૂલી ગયાં હતાં. આજે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હાલાઈ લોહાણાની ટક્કર દશા સોરઠિયા વણિક સામે, જ્યારે ઘોઘારી લોહાણાનો મુકાબલો ગુર્જર સુતાર સામે થશે.

આ સીઝનના લીગ રાઉન્ડની ખાસિયતની વાત કરીએ તો પાંચ ટીમો હાલાઈ લોહાણા, ગુર્જર સુતાર, કચ્છી લોહાણા, વાગડ વીસા ઓસવાળ જૈન અને કપોળ પોતાની ત્રણેય લીગ મૅચ જીતવામાં સફળ રહી હતી; જ્યારે ઘોઘારી વીસા શ્રીમાળી જૈન, બનાસકાંઠા રૂખી, ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, રોહિદાસ વંશી વઢિયારા અને કચ્છ-વાગડ લેઉવા પટેલ જેવી પાંચ ટીમ એક પણ લીગ મૅચમાં જીત નહોતી મેળવી શકી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ એકમાત્ર ટીમ હતી જે લીગમાં ત્રણમાંથી એક જ મૅચમાં જીતી હોવા છતાં નૉક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી હતી અને ગઈ કાલે એણે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જીત મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 

મૅચ-૧

ટૂંકો સ્કોર : માહ્યાવંશી (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૨ રન - દીપક નાગણેકર ૧૨ બૉલમાં ચાર ફોર સાથે ૨૨,  જિગર લીલાકર ૧૬ બૉલમાં બે ફોર સાથે ૨૦ અને મયંક મહેંદીવાલા ૧૧ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૩ રન. પૃથ્વી ખખ્ખર ૮ રનમાં ૩, વિનેશ ઠક્કર ૧૭ રનમાં બે અને નીકુંજ કારિયા ૯ રનમાં એક વિકેટ) સામે હાલાઈ લોહાણા (૮.૪ ઓવરમાં ૨ વિકેટે ૮૬ રન - શુભમ છગ ૨૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૮, જય હિન્ડોચા ૨૦ બૉલમાં બે ફોર સાથે અણનમ ૨૧ અને ધૂન સોમૈયા ચાર બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૦ રન. દીપક નાગણેકર ૧૦ રનમાં અને યશ સુરતી ૧૨ રનમાં એક-એક વિકેટ)નો ૮ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : પૃથ્વી ખખ્ખર (આઠ રનમાં ૩ વિકેટ).

મૅચ-૨

ટૂંકો સ્કોર : બનાસકાંઠા રૂખી (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૮૨ રન - ખીમજી મકવાણા ૨૩ બૉલમાં ૩ ફોર સાથે ૨૪, મનોજ રાઠોડ ૯ બૉલમાં એક સિક્સર સાથે ૧૨, શૈલેશ મકવાણા ૧૧ બૉલમાં એક ફોર સાથે અને જય મકવાણા ૧૧ બૉલમાં ૮-૮ રન. સચિન વાઘડિયા ૬ રનમાં અને રુશિક વડગામા ૧૨ રનમાં એક-એક વિકેટ) સામે ગુર્જર સુતાર (૫.૨ ઓવરમાં વિના વિકેટે ૮૪ રન - રોહન ગજ્જર ૧૬ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૬ અને ધર્મેશ અનુવાડિયા ૧૭ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૩૧ રન)નો ૧૦ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : રોહન ગજ્જર (૧૬ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૬ રન).

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૧

ટૂંકો સ્કોર : કચ્છી ભાનુશાલી (૧૦ ઓવરમાં ૯ વિકેટે ૬૭ રન - મનન કટારિયા ૧૨ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૬, ઓમકાર નંદા પાંચ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૨ તેમ જ કરણ ભદ્રા ૭ બૉલમાં એક ફોર સાથે અને નીલ ભાનુશાલી ૯ બૉલમાં એક ફોર સાથે ૮-૮ રન. વિશાલ રૂપારેલ ૬ રનમાં ૩ તેમ જ પાર્થ ચંદન પાંચ રનમાં અને પરાગ રાજ ૮ રનમાં બે-બે વિકેટ) સામે કચ્છી લોહાણા (૮.૪૩ ઓવરમાં ૩ વિકેટે ૭ રન - વિશાલ રૂપારેલ ૧૪ બૉલમાં ૬ ફોર સાથે ૩૨, હાર્દિક ઠક્કર ૧૬ બૉલમાં બે ફોર સાથે ૧૩ અને હર્ષ ગણાત્રા ૮ બૉલમાં એક ફોર સાથે ૯ રન. કરણ ભદ્રા ૧૭ રનમાં બે વિકેટ)નો ૭ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : વિશાલ રૂપારેલ (૬ રનમાં ત્રણ વિકેટ, એક કૅચ અને ૧૪ બૉલમાં ૬ ફોર સાથે અણનમ ૩૨ રન).

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૨

ટૂંકો સ્કોર : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩ રન - હિતેશ ભાયાણી ૨૪ બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ફોર સાથે ૬૯, જય કિકાણી ૧૩ બૉલમાં ચાર ફોર સાથે ૧૮ અને મહેશ હીરપરા પાંચ બૉલમાં બે ફોર સાથે ૯ રન. વિનય શાહ ૧૮ રનમાં બે તથા પાર્થ શાહ ૯ રનમાં, શ્યામ શાહ ૧૭ રનમાં અને ધ્રુવ શાહ ૨૮ રનમાં એક-એક વિકેટ)નો નવગામ વીસા નાગર વણિક (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૩ રન - વિનય શાહ ૧૦ બૉલમાં ૩ ફોર સાથે ૧૮, શ્યામ શાહ ૯ બૉલમાં બે ફોર સાથે ૧૨ તથા પાર્થ શાહ ૮ બૉલમાં બે ફોર સાથે ૧૧ રન. શૈલેશ માણિયા ૧૦ રનમાં અને મનીષ પાનસેરિયા ૧૧ રનમાં બે-બે વિકેટ તેમ જ પંકજ ધામેલિયા ચાર રનમાં, દર્શન માંગુકિયા ૧૬ રનમાં અને ધ્રુવ વઘાસિયા ૧૯ રનમાં એક-એક વિકેટ) સામે ૫૫ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : હિતેશ ભાયાણી (૨૪ બૉલમાં ૬૯ રન, એક રન-આઉટ).

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-A

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

A1

6

૨.૭૬

A2

૨.૦૩

A4

૨.૧૬

A3

-૬.૮૦

A1 - હાલાઈ લોહાણા, A2 - ઘોઘારી લોહાણા,
A3 -
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન, A4 - માહ્યાાવંશી

 

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-B

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

B3

૪.૨૬

B4

૦.૫૭

B1

૦.૮૩

B2

-૪.૯૦

B1 - કચ્છી વીસા ઓસવાળ જૈન, B2 - બનાસકાંઠા રૂખી, B3 - ગુર્જર સુતાર, B4 - દશા સોરઠિયા વણિક

 

મૅચ-શેડ્યુલ

આજની મૅચ

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ

સવારે ૯.૦૦

હાલાઈ લોહાણા v/s દશા સોરઠિયા વણિક

સવારે ૧૧.૦૦

ગુર્જર સુતાર v/s

ઘોઘારી લોહાણા

બપોરે ૧.૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન v/s કચ્છી કડવા પાટીદાર

બપોરે ૩.૦૦

કપોળ v/s સોરઠિયા

મુસ્લિમ ઘાંચી

ગુરુવારની મૅચ

ક્વૉર્ટર ફાઇનલ

સવારે ૯.૦૦

બીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા ટીમ v/s સૌરાષ્ટ્ર

લેઉવા પટેલ

સવારે ૧૧.૦૦

ચોથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા ટીમ v/s પાંચમી

પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા ટીમ

બપોરે ૧.૩૦

કચ્છી લોહાણા v/s છઠ્ઠી

પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા ટીમ

gujarati mid-day cricket news sports sports news