20 March, 2023 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર જૉલી જિમખાનામાં ગઈ કાલે આયોજિત ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં માહ્યાવંશી યોગેશ પટેલ-૮ ટીમને અભિનેત્રી ભક્તિ રાઠોડ તથા ક્રેડાઇ એમસીએચઆઇના જિતેન્દ્રભાઈ મહેતાના હસ્તે રનર્સ-અપ ટ્રોફી આપવામાં આવી હતી (તસવીર : શાદાબ ખાન, અનુરાગ આહીરે)
ઘાટકોપર જૉલી જિમખાનામાં ગઈ કાલે ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૧૪મી સીઝનની એક્સાઇટિંગ ફાઇનલમાં માહ્યાવંશી યોગેશ પટેલ-૮ને ઘાટકોપર જૉલી જિમખાનાએ ૬ વિકેટે હરાવીને પાંચમી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. એક તરફ મુંબઈમાં મહિલાઓની સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ ચાલી રહી છે ત્યાં બીજી બાજુ ‘મિડ-ડે’ દ્વારા આયોજિત ગુજરાતી મહિલાઓના વર્લ્ડ કપ જેવી આ ટુર્નામેન્ટના નિર્ણાયક મુકાબલામાં માહ્યાવંશીની ટીમે ૬ ઓવરમાં પાંચ વિકેટે ૭૧ રન બનાવ્યા બાદ ઘાટકોપર જૉલી જિમખાનાએ ૪.૪ ઓવરમાં ફક્ત એક વિકેટ ગુમાવીને ૭૪ રન બનાવીને શાનદાર જીત મેળવી હતી. ચૅમ્પિયન ટીમને લોકપ્રિય ટીવી-સિરિયલો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ તથા ‘વાગલે કી દુનિયા’ની અભિનેત્રી ભક્તિ રાઠોડ, ટાઇટલ સ્પૉન્સર એમઆઇસીએલના મનન શાહ અને ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંતભાઈ શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.