21 December, 2024 09:47 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક (ડાબે), રવિચન્દ્રન અશ્વિન (જમણે)
રવિચન્દ્રન અશ્વિનની ઓચિંતી નિવૃત્તિ વિશે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે એવું તારણ કાઢ્યું છે કે આ ઑફ-સ્પિનરને ટીમ-મૅનેજમેન્ટે કહી દીધું હશે કે આગામી બે ટેસ્ટ-મૅચોમાં તું નથી રમવાનો. બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટેની પહેલી અને ત્રીજી ટેસ્ટમાં અશ્વિનને નહોતો રમાડવામાં આવ્યો. માઇકલ ક્લાર્કે કહ્યું હતું કે કૅપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીરે મોટા ભાગે અશ્વિનને એવું કહ્યું હશે કે સિરીઝની બાકીની બે મૅચમાં પણ તારો નંબર નહીં લાગે અને કદાચ એટલે તેણે રિટાયર થઈ જવાનો નિર્ણય લીધો હશે.