14 April, 2020 11:55 AM IST | Cape Town | Agencies
મૅથ્યુ હેડન
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી અને ચેન્નઈ સુપર કિંગ્સના પ્લેયર મૅથ્યુ હેડનનું કહેવું છે કે તિબેટિયન સ્પિરિચ્યુઅલ લીડર દલાઈ લામાને મળવું તેની લાઇફની સ્પેશ્યલ મૉમેન્ટ હતી. ૨૦૧૦ની આઇપીએલ દરમ્યાન ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ધરમશાલામાં રમાયેલી મૅચ દરમ્યાન મૅથ્યુ હેડનને દલાઈ લામાને મળવાનો ચાન્સ મળ્યો હતો. આઇપીએલની ફેવરિટ મૂવમેન્ટ વિશેનો ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા ટ્વિટર પર એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં હેડને કહ્યું હતું કે ‘૨૦૧૦માં મને દલાઈ લામાને મળવાનો ચાન્સ મળ્યો હતો. આ મારી લાઇફની એ સ્પેશ્યલ મૂવમેન્ટ હતી, કારણ કે મને ખૂબ જ ખાસ વ્યક્તિને મળવાનો ચાન્સ મળ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ધરમશાલામાં રમાયેલી મૅચ હજી પણ મને યાદ છે, કારણ કે અમને જીતવા માટે ૧૯૦ રનની જરૂર હતી. એ સમયે ધોનીએ મિડલ ઑર્ડરમાં આવીને બધાની ધુલાઈ કરી હતી. તેણે ૨૭ બૉલમાં ૫૪ રન કર્યા હતા અને સુરેશ રૈનાએ ૪૬ રન કર્યા હતા. બન્નેની સ્ટ્રાઇક રેટ ૧૫૦ની ઉપર હતી અને તેમને કારણે અમે ફાઇનલમાં એન્ટર થયા હતા.’
મેથ્યુ હેડન ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઇપીએલમાં ૩૨ મૅચ રમ્યો હતો, જેમાં તેણે ૧૧૦૭ રન કર્યા હતા. તેનો હાઇએસ્ટ સ્કોર ૯૩ હતો. આઇપીએલની બીજી યાદગાર મોમેન્ટ વિશે વાત કરતાં હેડને કહ્યું હતું કે ‘૨૦૧૦ની આઇપીએલની ફાઇનલમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર હતી. આઇપીએલમાં આ કાંટે કી ટક્કર છે. એબી મૉર્કલે જ્યારે કિરોન પોલાર્ડને આઉટ કર્યો હતો એ મારી ફેવરિટ મોમેન્ટ છે, કારણ કે ધોનીએ મને સ્ટ્રેટ મિડ-ઑફ પર મોકલ્યો હતો જેથી હું કૅચ પકડીને પોલાર્ડને આઉટ કરાવી શકું. આ કૅચને કારણે અમે ટુર્નામેન્ટ જીતી ગયા હતા.’
દિલ્હી સામેની તારી (હેડન) ઇનિંગ મને હજી પણ યાદ છે. મૉન્ગૂસ બૅટ દ્વારા તેં ૯૩ રન કર્યા હતા. દરેક બૉલ બાઉન્ડરીની બહાર જતો રહ્યો હતો. એ મૅચમાં દિલ્હી ખૂબ સારું રમ્યુ હતું અને તેં પણ એ વિકેટ પર રમીને ધમાલ મચાવી હતી. તેમણે ૧૯૦ અથવા તો ૧૮૫ની આસપાસ સ્કોર કર્યો હતો, પરંતુ તારી ગેમ ખૂબ સૉલિડ હતી. આ ગેમમાં આપણી સારી પાર્ટનરશિપ હતી. મેં ૪૯ રન કર્યા હતા. આ સિચુએશનમાં પણ તેં મને ભરોસો આપ્યો હતો કે આપણે મૅચ જીતી શકીએ છીએ. તેં જોરદાર બૅટિંગ કરી હતી. તેં મને એ બૅટ પર ઑટોગ્રાફ આપ્યા હતા અને એ મારી પાસે હજી પણ છે. આશા છે કે તેં મને ઑટોગ્રાફ આપ્યા હતા એ તને યાદ હશે.
- સુરેશ રૈના, મૅથ્યુ હેડને તેની આઇપીએલની સ્પેશ્યલ મોમેન્ટ શૅર કરવા વિશે.