પર્થ જેવો બાઉન્સ અને ગૅબા જેવી સીમ-મૂવમેન્ટ MCGમાં નહીં મળે

24 December, 2024 08:37 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના પિચ-ક્યુરેટરે ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની બૉક્સિંગ ડે ટેસ્ટ માટેની પિચ વિશે મહત્ત્વની અપડેટ શૅર કરી હતી

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના પિચ-ક્યુરેટરે ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની બૉક્સિંગ ડે ટેસ્ટ માટેની પિચ વિશે મહત્ત્વની અપડેટ શૅર કરી હતી. તે કહે છે કે ‘ટેસ્ટ-મૅચને રોમાંચક બનાવવા માટે અમે વધુ ઘાસ છોડ્યું છે જે ફાસ્ટ બોલર્સ માટે સારું રહેશે. પિચમાં તિરાડ પડે એમ નથી જેથી સ્પિનર્સને મદદ ઓછી મળશે. નવો બૉલ જૂનો થઈ જાય એ પછી બૅટિંગ માટે પિચ સારી રહેશે. તમામ ફાસ્ટ બોલરો જ્યારે અહીં આવે છે ત્યારે ઉત્સાહિત હોય છે. જોકે એમાં પર્થ જેવો બાઉન્સ અને બ્રિસબેન જેટલી સીમ-મૂવમેન્ટ નથી, પરંતુ અમે એને ઝડપી બોલિંગ માટે યોગ્ય બનાવવામાં સફળ રહ્યા છીએ.’

india australia melbourne cricket news sports news sports