ઇંગ્લૅન્ડના વાઇટ બૉલ ફૉર્મેટના હેડ કોચે આપ્યું રાજીનામું

31 July, 2024 10:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન માર્કસ ટ્રેસ્કોથિકને વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

મૅથ્યુ મૉટે

૨૦૨૨થી ઇંગ્લૅન્ડના લિમિટેડ ઓવર્સના હેડ કોચ રહેલા મૅથ્યુ મૉટે T20 વર્લ્ડ કપ ટાઇટલ બચાવવામાં નિષ્ફળતા બાદ ગઈ કાલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન માર્કસ ટ્રેસ્કોથિકને વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇંગ્લૅન્ડને T20 વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમ સુપર-એઇટ રાઉન્ડમાં માંડ-માંડ ક્વૉલિફાય કરી શકી હતી. 

england cricket news sports sports news