જપાન સામેની T20 મૅચમાં ૧૨ રનમાં ઑલઆઉટ થઈ મૉન્ગોલિયાની ટીમ, ૬ બૅટર્સ ઝીરો પર આઉટ થયા

09 May, 2024 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્ગોલિયા સામે જપાને ૨૦૫ રનથી જીત મેળવી હતી, જે T20 ઇન્ટરનૅશનલની ચોથી સૌથી મોટી જીત હતી. 

પ્રતીકાત્મક તસવીર

T20 ક્રિકેટ એક એવું ફૉર્મેટ છે જેમાં રોજ નવા રેકૉર્ડ બનતા જ રહે છે. જપાન અને મૉન્ગોલિયા વચ્ચે ૬ મૅચની T20 સિરીઝની બીજી મૅચમાં બે મોટા રેકૉર્ડ બન્યા છે. જપાને પ્રથમ ઇનિંગ્સમાં ૭ વિકેટ ગુમાવીને ૨૧૭ રન ફટકાર્યા હતા, પણ રનચેઝ કરવા ઊતરેલી મૉન્ગોલિયાની ટીમ ૧૨ રન પર ઑલઆઉટ થઈ હતી. મૉન્ગોલિયાના ૬ ખેલાડી એક પણ રન બનાવ્યા વગર આઉટ થયા હતા. મૉન્ગોલિયાની ટીમની ખરાબ બૅટિંગને કારણે આખી ટીમ ૮.૨ ઓવરમાં ૧.૪૪ના રન-રેટ સાથે ૧૨ રન બનાવી ઢેર થઈ ગઈ હતી, જે T20 ઇન્ટરનૅશનલનો બીજો સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલાં ૨૦૨૩માં બ્રિટનના એક ટાપુ આઇલ ઑફ મેનની ટીમ સ્પેન સામે ૧૦ રનમાં ઑલઆઉટ થઈ હતી. મૉન્ગોલિયા સામે જપાને ૨૦૫ રનથી જીત મેળવી હતી, જે T20 ઇન્ટરનૅશનલની ચોથી સૌથી મોટી જીત હતી. 

sports news sports cricket news t20 international japan