midday

હું હવે મારી બાકીની ક્રિકેટ-કરીઅરને બાળકની જેમ માણવા માગું છું : ધોની

21 February, 2025 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અનકૅપ્ડ પ્લેયરની જેમ રમતો જોવા મળશે
ઍપ લૉન્ચની ઇવેન્ટમાં એકસાથે જોવા મળ્યા ભારતીય વિકેટકીપર-બૅટર્સ.

ઍપ લૉન્ચની ઇવેન્ટમાં એકસાથે જોવા મળ્યા ભારતીય વિકેટકીપર-બૅટર્સ.

છ વર્ષ પહેલાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અનકૅપ્ડ પ્લેયરની જેમ રમતો જોવા મળશે. મુંબઈમાં પોતાની ઍપના લૉન્ચિંગ સમયે પોતાની કરીઅર માટે ધોનીએ કહ્યું હતું કે ‘મેં ૨૦૧૯માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ દરમ્યાન મારી પાસે રમવા માટે જેટલાં પણ વર્ષો બાકી છે એમાં હું બાળકની જેમ મારી રમતનો આનંદ માણવા માગું છું. હું મારી શાળાના દિવસોમાં જે રીતે આનંદ માણતો હતો એ જ રીતે એનો આનંદ માણવા માગું છું. જ્યારે હું કૉલોનીમાં રહેતો હતો ત્યારે રમવાનો સમય બપોરે ચાર વાગ્યાનો હતો. એ સમયે અમે ફક્ત ક્રિકેટ રમતા હતા. હવામાન ખરાબ હોય ત્યારે અમે ફુટબૉલ રમતા હતા. હું એ જ માસૂમિયત સાથે રમવા માગું છું, પણ એ એટલું સરળ નથી. એક ક્રિકેટર તરીકે, હું હંમેશાં ભારતીય ક્રિકેટ-ટીમ માટે સારું પ્રદર્શન કરવા માગતો હતો. મેં પહેલાં પણ કહ્યું હતું કે દરેકને દેશ માટે રમવાની તક મળતી નથી.’

આ ઇવેન્ટમાં હાજર રહેલા ભારતીય વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને પણ હંમેશાં ધોનીને વધુ ને વધુ મૅચ રમતો જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

mahendra singh dhoni indian premier league IPL 2025 sanju samson chennai super kings cricket news sports news sports