માધુરી દીક્ષિત પણ ટીમ ઇન્ડિયા પર આફરીન

17 November, 2023 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ માધુરી દિક્ષીત પણ બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં રજનીકાંત, રણબીર કપૂર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ વચ્ચે હતી

માધુરી દીક્ષિત પણ ટીમ ઇન્ડિયા પર આફરીન

ઍક્ટ્રેસ માધુરી દિક્ષીત પણ બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં રજનીકાંત, રણબીર કપૂર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ વચ્ચે હતી અને તેણે પણ વિરાટ કોહલીની વિક્રમજનક સદી તથા ટીમ ઇન્ડિયાની ન્યુ ઝીલૅન્ડ સામેની શાનદાર જીત વિશે સોશ્યલ મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી. માધુરીએ લખ્યું હતું કે ‘વાહ, આખરે તમે ફાઇનલમાં પહોંચીને જ રહ્યા. ટીમ ઇન્ડિયાને અભિનંદન. આપણા મેન ઇન બ્લુએ શું કમાલનું પર્ફોર્મ કર્યું! અને શમીએ મૅચને અદ્ભુત અંત આપ્યો. વિરાટને બૅક ટુ બૅક સેન્ચુરી અને માસ્ટર બ્લાસ્ટરનો વિક્રમ તોડતી ૫૦મી સદી બદલ અભિનંદન. ગ્રેટ બૅટિંગ બદલ હૅટ‍્સ ઑફ ટુ શ્રેયસ ઐયર. આ મૅચ જોવાની મજા આવી ગઈ. અમને જાદુઈ અનુભવ મળ્યો એ બદલ બીસીસીઆઇનો આભાર.’

સચિને અનુષ્કાને આપ્યાં અભિનંદન

બુધવારે સચિને પોતાની ૪૯ વન-ડે સદીનો રેકૉર્ડ વિરાટે તોડ્યો ત્યાર બાદ પોતે વિરાટની પત્ની અનુષ્કા પાસે ગયો હતો અને તેને પતિની અદ્ભુત સિદ્ધિ બદલ અભિનંદન આપ્યાં હતાં અને અનુષ્કાએ તેનો ખૂબ આભાર માન્યો હતો. આ મુલાકાતની તસવીર મીડિયામાં વાઇરલ થઈ હતી. મૅચ પહેલાં સચિન મહાન ફુટબોલર અને પહેલી જ વાર ભારત આવેલા ડેવિડ બેકહૅમને મળ્યો હતો. વિરાટ પણ ત્યારે બેકહૅમને મળ્યો હતો અને તેની સાથે થોડું ફુટબૉલ રમ્યો હતો.

madhuri dixit rajinikanth ranbir kapoor cricket news sports sports news