19 April, 2023 01:23 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી (ફાઈલ તસવીર)
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2023) એકથી વધીને એક રોમાંચક મેચ રમાતી જોવા મળે છે. સોમવારે આવી જ એક મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર (CSK vs RCB) વચ્ચે રમાઈ હતી. મેચ ભલે ચેન્નઈ જીતી હોય. પણ, આ માટે બાદ વિરાટ કોહલીને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium)માં રમાયેલી આ મેચ દરમિયાન એક નાનકડાં બાળકે વિરાટ કોહલી સામે એક અજીબ માગ મૂકી છે. જેને જોઈને હવે સોશિયલ મીડિયા પર અનેક લોકો ગુસ્સે થઈ રહ્યા છે. સોમવારે રમાયેલી આ મેચ દરમિયાન એક નાનકડા બાળકના હાથમાં એક પોસ્ટર જોવા મળ્યું.
આ પોસ્ટરમાં લખ્યું હતું, "હેલો વિરાટ અંકલ, શું હું વામિકાને ડેટ પર લઈ જઈ શકું છું" બાળકે પોતાના હાથની સાથે મોઢાંથી પણ પોસ્ટર પકડ્યું છે. આ પોસ્ટર જોઈને અનેક લોકો સોશિયલ મીડિયા પર ભડક્યા છે. અનેક લોકો આ બાળકના માતા-પિતાને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. તો, તેમના ઉછેર પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
જણાવવાનું કે વિરાટ અને અનુષ્કાના ઘરે 2021માં દીકરીએ જન્મ લીધો. તેમણે પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું. વિરાટ અને અનુષ્કા ઘણીવાર પોતાની દીકરી સાથે મસ્તી કરતી તસવીરો શૅર કરતા હોય છે. ચાહકોને પણ વિરાટની ફેમિલી ફોટો જોવી ગમતી હોય છે.
આ પણ વાંચો : CSK vs RCB : કોહલીને કરન્ટ આપનાર ૨૦ વર્ષના બોલરે ટી૨૦માં તમામ ૧૦ વિકેટ લીધી હતી!
સોમવારે રમાયેલી મેચની વાત કરીએ તો, ચેન્નઈ ટીમ આ મેચ જીતી ગઈ હતી. પણ, આ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી મસ્તી કરતા જોવા મળ્યા. આ બન્ને ખેલાડીને એક સાથે જોવું ખૂબ જ સુંદર મોમેન્ટ હતી. માહી અને કોહલીની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં વિરાટે પોતે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ મુલાકાતની તસવીરો શૅર કરી છે.