17 March, 2025 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરાઓકે સિન્ગિંગનો આનંદ માણ્યો લખનઉ સુપર જાયન્ટ્સના ક્રિકેટર્સે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝનની રસાકસી પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના પ્લેયર્સ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. પ્લેયર્સ વચ્ચેનું બૉન્ડિંગ વધારવા માટે આખી ટીમ માટે કરાઓકે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કૅપ્ટન રિષભ પંતે પાકિસ્તાની રૅપરનું સૉન્ગ ‘અફસાને’ એકદમ પ્રોફેશનલ સિંગરની જેમ ગાયું હતું. ટીમનો મેન્ટર ઝહીર ખાન પણ તેની પ્રતિભા જોઈને ઇમ્પ્રેસ થયો હતો. LSGએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘પાર્ટ-ટાઇમ વિકેટકીપર-બૅટર, ફુલ-ટાઇમ કરાઓકે સિંગર.’