midday

પશુપતિનાથ મંદિરમાં ફૅમિલી સાથે દર્શન કર્યાં બંગલાદેશી ક્રિકેટર લિટન દાસે

04 April, 2025 09:51 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

૩૦ વર્ષના આ ક્રિકેટરે હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં કરાચી કિંગ્સ માટે રમવા એપ્રિલ-મેમાં ઝિમ્બાબ્વે સામે આયોજિત ટેસ્ટ-સિરીઝ માટે ઉપલબ્ધ ન રહેવાનો નિર્ણય કરી સૌને ચોંકાવી દીધા હતા.
પશુપતિનાથ મંદિરમાં ફૅમિલી સાથે દર્શન કર્યાં બંગલાદેશી ક્રિકેટર લિટન દાસે

પશુપતિનાથ મંદિરમાં ફૅમિલી સાથે દર્શન કર્યાં બંગલાદેશી ક્રિકેટર લિટન દાસે

બંગલાદેશના વિકેટકીપર-બૅટ્સમૅન લિટન દાસે નેપાલના કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરની મુલાકાત લીધી હતી. સોશ્યલ મીડિયા પર શૅર કરેલા ફોટોમાં તે તેની પત્ની અને દીકરી સાથે જોવા મળી રહ્યો છે. તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘આ પવિત્ર સ્થળના દરેક ખૂણામાં ભગવાન શિવની હાજરી જોવા માટે પશુપતિનાથ મંદિરની મુલાકાત લીધી. ઓમ નમઃ શિવાય.’

૩૦ વર્ષના આ ક્રિકેટરે હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં કરાચી કિંગ્સ માટે રમવા એપ્રિલ-મેમાં ઝિમ્બાબ્વે સામે આયોજિત ટેસ્ટ-સિરીઝ માટે ઉપલબ્ધ ન રહેવાનો નિર્ણય કરી સૌને ચોંકાવી દીધા હતા.

bangladesh nepal religion religious places cricket news sports news sports zimbabwe instagram social media