લેજન્ડ્સ લીગ ક્રિકેટની થઈ રોમાંચક શરૂઆત

22 September, 2024 10:50 AM IST  |  Jodhpur | Gujarati Mid-day Correspondent

પહેલી મૅચમાં કોણાર્ક સૂર્ય ઓડિશાએ મણિપાલ ટાઇગર્સને બે રનથી હરાવ્યું હતું

ઇરફાન પઠાણ ન્યુ ઝીલૅન્ડના અમ્પાયર બિલી બૉડેન સાથે તેના ફેમસ આઉટ સિગ્નલની નકલ કરતો જોવા મળ્યો હતો

જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં ૨૦ સપ્ટેમ્બરથી લેજન્ડ્સ લીગ ક્રિકેટની નવી સીઝનની રોમાંચક શરૂઆત થઈ હતી. પહેલી મૅચમાં કોણાર્ક સૂર્ય ઓડિશાએ મણિપાલ ટાઇગર્સને બે રનથી હરાવ્યું હતું.

બીજા દાવની ત્રીજી ઓવરમાં જ્યારે મણિપાલ ટાઇગર્સ ટીમ ૧૦૫ રનનો પીછો કરી રહી હતી ત્યારે ઓડિશાનો કૅપ્ટન ઇરફાન પઠાણ ન્યુ ઝીલૅન્ડના અમ્પાયર બિલી બૉડેન સાથે તેના ફેમસ આઉટ સિગ્નલની નકલ કરતો જોવા મળ્યો હતો. ઓપનિંગ મૅચ પહેલાં ઇરફાન પઠાણ અને હરભજન સિંહ ટ્રોફી સાથે અનોખા અંદાજમાં ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતા.

cricket news sports sports news