16 March, 2023 02:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર અને રૉબિન ઉથપ્પા
કતારની લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) માસ્ટર્સ ટી૨૦ ટુર્નામેન્ટમાં પહેલી બે મૅચમાં હાફ સેન્ચુરી કરવા છતાં પોતાની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા મહારાજાઝ ટીમને પરાજિત થતી જોનાર ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર (૬૧ અણનમ, ૩૬ બૉલ, બાર ફોર)ને મંગળવારે ત્રીજી હાફ સેન્ચુરી ફળી હતી. એશિયા લાયન્સ સામેની મૅચમાં તેની અને રૉબિન ઉથપ્પા (૮૮ અણનમ, ૩૯ બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર)ની ઓપનિંગ જોડીએ ૧૨.૩ ઓવરમાં ૧૫૯ રનની ભાગીદારીથી ઇન્ડિયા મહારાજાઝને પહેલો વિજય અપાવ્યો હતો. એશિયા ટીમના બોલર્સ શોએબ અખ્તર, સોહેલ તનવીર, મોહમ્મદ આમિર, મોહમ્મદ હાફિઝ, અબ્દુર રઝાક, થિસારા પરેરાને વિકેટ નહોતી મળી. એ પહેલાં એશિયા લાયન્સે ઉપુલ થરંગાના ૬૯ અને દિલશાનના ૩૨ રનની મદદથી પાંચ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા. ઇન્ડિયા મહારાજાઝના રૈનાએ બે તેમ જ હરભજન, પ્રવીણ તામ્બેએ એક-એક વિકેટ લીધી હતી.