02 January, 2023 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્રુપ ‘બી’માં કેએસજી સુપરસ્ટાર્સ ટીમ
કપોળ સમાજની કાંદિવલી-વેસ્ટના પય્યાડે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી કેએસજી ૪૦-૪૦ કપ ટુર્નામેન્ટમાં ગ્રુપ ‘એ’ની ચૅમ્પિયન ટીમ કેએસજી સ્ટ્રાઇકર્સ (જમણે, ઉપર). ફાઇનલમાં કેએસજી સ્ટ્રાઇકર્સના કૅપ્ટન દુષ્યંત દોશીએ બૅટિંગ લીધા પછી તેમની ટીમે ૪૦ ઓવરમાં ૨૫૩ રન બનાવ્યા હતા, જેમાં માધવ વળિયા (૧૭ બૉલમાં ૪૩), કરણ વોરા (૪૩ બૉલમાં ૪૦), સિતાંશુ પારેખ (૧૭ બૉલમાં ૩૬), આકાશ ભુતા (૩૯ બૉલમાં ૩૧), હર્ષિત ગોરડિયા (૩૫ બૉલમાં ૨૬)નાં મોટાં યોગદાનો હતાં. પારેખ-વળિયાની જોડીના ફાઇટબૅકથી સ્ટ્રાઇર્ક્સે મૅચમાં કમબૅક કર્યું હતું. કેએસજી ચૅમ્પ્સ ટીમ ૩૪.૧ ઓવરમાં ૧૯૮ રને ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઓપનર મૌલિક મેહતાના ૧૯ બૉલમાં ૩૫ રન હતા. નિહાર મોદી (૨૮ રનમાં પાંચ વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
ગ્રુપ ‘એ’ની ચૅમ્પિયન ટીમ કેએસજી સ્ટ્રાઇકર્સ
ગ્રુપ ‘બી’માં કેએસજી સુપરસ્ટાર્સ ટીમ ૩ રનથી ફાઇનલ જીતીને ચૅમ્પિયન બની હતી (જમણે, નીચે). આ ટીમના કૅપ્ટન સંદીપ ગાંધીએ બૅટિંગ લીધા બાદ તેમની ટીમે જે ૩૦૪ રન બનાવ્યા એમાં કરણ મોદી (૩૦ બૉલમાં ૪૯) અને રાહુલ મહેતા (૫૯ બૉલમાં ૪૩)નાં મુખ્ય યોગદાનો હતાં. અત્યંત રસાકસીભરી મૅચમાં કેએસજી ચૅલેન્જર્સ ટીમ ૩૦૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં ભાવિન સંઘવી (૬૩ બૉલમાં ૬૭) અને મીત મહેતા (૩૧ બૉલમાં ૪૯) તેમ જ કલ્પેશ વોરા (૧૭ બૉલમાં ૨૯), જીત મથુરિયા (૨૯ બૉલમાં ૩૩) અને જિગર પારેખ (૧૫ બૉલમાં ૨૬)નો મોટો ફાળો હતો. ધવલ ગાંધીએ ૩૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. કરણ મોદીએ પચીસ રનમાં બે વિકેટ પણ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.