04 July, 2024 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ત્રીજી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચૅમ્પિયન બનતી જોઈને ટીમના ઓનર્સ અને બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાન અને જુહી ચાવલા ખૂબ જ ખુશ થયાં હતાં. હાલમાં એક કાર્યક્રમમાં ટીમના શરૂઆતના દિવસોને યાદ કરતાં જુહી ચાવલાએ કહ્યું હતું કે ‘એ સમયે લલિત મોદીએ આવીને અમને એક ટીમ ખરીદવા કહ્યું હતું, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે ગ્લૅમરસ લોકો ટીમના માલિકના રૂપે સામેલ થાય.’
અમને ફ્રૅન્ચાઇઝી વિશે વધારે ખબર નહોતી એટલે અમે શાહરુખના બંગલે મન્નતમાં જઈને ટીમની જિંગલ બનાવી અને જર્સી ખરીદી હતી એમ જણાવતાં જુહીએ કહ્યું હતું કે, ‘મને ટીમની પહેલી જર્સી જરા પણ પસંદ આવી નહોતી. એ દિવસોમાં અમે બીજાં કામમાં પણ વ્યસ્ત રહેતાં હતાં એથી રાતે ૧૦ વાગ્યાની મીટિંગ શરૂ થતાં મધરાતના ૧૨ વાગી જતા હતા. મેં કેટલાક દિવસ બાદ આ મીટિંગમાં જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે મોડેથી શરૂ થતી આ મીટિંગમાં મને ઊંઘ આવી જતી હતી. શાહરુખ ખાન અને જુલી ચાવલા વર્ષોથી સારા મિત્રો, કો-ઍક્ટર્સ અને ટીમના ઓનર્સ છે.’