26 December, 2022 01:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ (તસવીર સૌજન્ય : ગુજરાતી મિડ-ડે)
ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં કે. એલ. રાહુલે સુકાન સંભાળ્યું અને ભારત શ્રેણી ૨-૦થી જીતી ગયું, પરંતુ બે મૅચના ચાર દાવમાં રાહુલના કંગાળ બૅટિંગ પર્ફોર્મન્સ (૨૨, ૨૩, ૧૦ અને ૨ રન)ને કારણે ઑસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ-શ્રેણીમાં રાહુલને રમવા મળશે કે નહીં એ વિશે શંકા છે.
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે ગઈ કાલે એક મુલાકાતમાં કહ્યું કે ‘મને લાગે છે કે આગામી સિરીઝમાં રાહુલે જવું પડશે. એમાં કોઈ શંકા નથી. બૅટર તરીકે તે સાવ ઑર્ડિનરી રમ્યો. રોહિત શર્મા કમબૅક કરશે તો રાહુલે જવું જ પડશે.’
મારો પર્ફોર્મન્સ સારો નહોતો કબૂલ કરું છું. અશ્વિન-ઐયરને દાદ દેવી પડે. કુલદીપ યાદવને ઇલેવનમાં ન સમાવવાનો મને કોઈ અફસોસ નથી. હા, ફુટબૉલની જેમ સબસ્ટિટ્યુટના રૂપમાં ઇમ્પૅક્ટ પ્લેયર લેવાની છૂટ હોત તો મેં કુલદીપને જરૂર લીધો હોત. - કે. એલ. રાહુલ