ગૌતમ ગંભીરને હાથ જોડીને વિનંતી કરી KKRના ફૅને

12 May, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે બંગાળી ભાષામાં ગીત ગાઈને કહ્યું કે તમે અમારા દિલમાં વસેલા છો, અમે તમને ક્યારેય છોડવા માગતા નથી

ગૌતમ ગંભીર

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને કૅપ્ટન તરીકે બે વખત ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ટીમના મેન્ટર તરીકે વાપસી કરી હતી. તેની મેન્ટરશિપમાં આ ટીમ છેલ્લાં ૩  વર્ષમાં પહેલી વાર ક્વૉલિફાય થવા જઈ રહી છે, જેને કારણે ક્રિકેટ ફૅન્સના દિલમાં ગંભીર પ્રત્યે માન વધ્યું છે. ટીમના સોશ્યલ મીડિયા પેજ પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે. શાહરુખ ખાનની ટીમ KKRનો એક ફૅન આ વિડિયોમાં હાથ જોડીને રડતા મોઢે ગૌતમ ગંભીરને વિનંતી કરે છે કે હવે તમે ટીમને ક્યારેય છોડશો નહીં, અમને ખૂબ પીડા થઈ છે આટલાં વર્ષોમાં. તેણે બંગાળી ભાષામાં ગીત ગાઈને કહ્યું કે તમે અમારા દિલમાં વસેલા છો, અમે તમને ક્યારેય છોડવા માગતા નથી. આ પહેલાં ગૌતમ ગંભીરની મેન્ટરશિપમાં લખનઉ સુપર જાયન્ટ્સ સતત બે વર્ષ પ્લેઑફ માટે ક્વૉલિફાય થવામાં સફળ રહી હતી.

sports news sports cricket news gautam gambhir indian premier league