15 November, 2022 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
વેસ્ટઇન્ડિઝના (West Indies) પૂર્વ દિગ્ગજ ઑલરાઉન્ડર (Former allrounder) કિરોન પોલાર્ડે (Kieron Pollard) આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ (After International Cricket) બાદ હવે IPLમાંથી પણ રિટાયરમેન્ટની (Announced Retirement) જાહેરાત કરી છે. જો કે, તે હજી પણ મુંબઈ ઇન્ડિયન્સનો (Part of Mumbai Indians) ભાગ રહેશે, કારણકે ટીમના માલિકોએ તેમને એક મોટી જવાબદારી સોંપી છે. આ દિગ્ગજ ખેલાડીને મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ કોચ (Batting Coach)નિયુક્ત કર્યા છે. તે આઇપીએલ 2023થી આ જવાબદારીને સંભાળશે. એટલું જ નહીં, તે એમઆઇ એમીરેટ્સ માટે પણ રમતા જોવા મળશે.
મુંબઈ ઇન્ડિયન્સની લીડરશિપ ગ્રુપનો એક મહત્વનો ભાગ રહી ચૂકેલા કિરોન પોલાર્ડ 13 સીઝન માટે MIનો ભાગ રહ્યા. તે હવે આઇપીએલમાં રમતા નહીં જોવા મળે, પણ ટીમે ઑફિશિયલી આ વાતની જાહેરાત કરી દીધી છે કે તે બેટિંગ કોચ તરીકે પોતાની નવી ભૂમિકામાં MI પરિવારનો ભાગ રહેશે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે કિરોન પોલાર્ડ 2010માં જોડાયેલા હતા અને તે ટીમ માટે 150 મેચ રમનારા પહેલા ખેલાડી બન્યા હતા.
કિરોન પોલાર્ડે મુંબઈ ઇન્ડિયન્સ સાથે 5 આઇપીએલ અને 2 ચેમ્પિયન લીગ ટ્રોફી જીતી છે. પોલાર્ડ દાયકાઓના અનુભવ અને કોશલનો ઉપયોગ મુંબઈ ઇન્ડિયન્સને એક બેટિંગ કોચ અને MI અમીરાત સાથે એક ખેલાડી તરીકે મજબૂત કરવા માટે કરશે. કિરોન પોલાર્ડે મુંબઈ ઇન્ડિયન્સ માટે કેટલીક મેચમાં કૅપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી, જ્યારે રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ નહોતો.
આ પણ વાંચો : આઇપીએલની ટીમમાં કોને રિટેન, કોને રિલીઝ કરાશે? : મહેતલનો આજે આખરી દિવસ
મુંબઈ ઇન્ડિયન્સ માટે કિરોન પોલાર્ડે 189 મેચ રમ્યો છે. તેની 171 ઇનિંગમાં 52 વાર નૉટ આઉટ રહીને તેણે કુલ 3412 રન્સ કર્યા. તેનો મેક્સિમમ સ્કોર 87 રન્સ રહ્યો. તેણે 28.67ની રનરેટ સાથે 2316 રન્સ કર્યા. તેનું સ્ટ્રાઇકરેટ આ ટૂર્નામેન્ટમાં 147થી વધારેનો રહ્યો છે. 16 હાફ સેન્ચ્યુરી પોલાર્ડે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ફટકારી છે. તો 218 ચોગ્ગા અને 223 છગ્ગા તે આ ટૂર્નામેન્ટમાં ફટકારી ચૂક્યો છે.