17 February, 2025 06:55 AM IST | London | Gujarati Mid-day Correspondent
કેવિન પીટરસન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉમેન્ટેટર કેવિન પીટરસને આગામી ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે મોટી આગાહી કરી છે. વિશ્વક્રિકેટની બે સૌથી મજબૂત ટીમોને તેણે ટૉપ-ફોરના લિસ્ટમાંથી બહાર કરી દીધી છે. એક ઇન્ટરવ્યુમાં પીટરસને દાવો કર્યો કે પાકિસ્તાન, ભારત, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે મજબૂત દાવેદાર થઈ શકે છે; આ ટીમોની અંદર ટુર્નામેન્ટમાં આગળ વધવાની ક્ષમતા છે.
પીટરસને ઑસ્ટ્રેલિયાની સાથે પોતાના દેશની ટીમ ઇંગ્લૅન્ડને સેમી ફાઇનલિસ્ટના લિસ્ટમાં સ્થાન ન આપીને આશ્ચર્યજનક આગાહી કરી છે. ઑસ્ટ્રેલિયાએ હાલમાં શ્રીલંકા સામે અને ઇંગ્લૅન્ડે ભારતીય ટીમ સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.