10 January, 2025 09:30 AM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
કેશવ મહારાજ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વાર પહોંચી છે. આ સીઝનમાં ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (૧૦ મૅચમાં ૪૭ વિકેટ) બાદ ભારતીય મૂળનો સ્પિનર કેશવ મહારાજ (૮ મૅચમાં ૪૦ વિકેટ) સાઉથ આફ્રિકા માટે સૌથી સફળ બોલર રહ્યો છે.
૩૪ વર્ષનો ઑલરાઉન્ડર કેશવ મહારાજ કહે છે, ‘જો તમે અમારા ટેસ્ટ-યુનિટ પર નજર નાખો તો ઘણા લોકો અમને ફાઇનલિસ્ટ તરીકે નહોતા જોતા, પરંતુ ક્રિકેટના દૃષ્ટિકોણથી અમે શાનદાર રહ્યા છીએ. મેદાન પરની એકતા અને ડ્રેસિંગ રૂમમાં તમે જે મિત્રતા અને ભાવના જુઓ છો એનાથી અમને ત્યાં સુધી પહોંચવા માટે પ્રેરણા મળી છે. આશા છે કે આ અમારું વર્ષ હશે અને અમે પહેલાં કરતાં વધુ સારું પ્રદર્શન કરીશું અને ટેસ્ટ-ફૉર્મેટમાં ખૂબ જ મજબૂત ટીમ બનાવીશું જે પ્રતિષ્ઠિત ખિતાબ જીતશે. આ રમતનું સૌથી મુશ્કેલ ફૉર્મેટ છે. એ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સૌથી પડકારજનક છે. એક યુનિટ તરીકે અમે જે પ્રકારનું ક્રિકેટ રમ્યા છીએ એ જોતાં અમે ટ્રોફી ઉપાડવાને લાયક છીએ.’