૬૫ વર્ષના કપિલ દેવની નવી ઇનિંગ્સ શરૂ થઈ, ભારતીય પ્રોફેશનલ ગૉલ્ફ ટૂરના બની ગયા પ્રેસિડન્ટ

27 June, 2024 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૉલ્ફ ખેલાડી કપિલ દેવ આ પહેલાં PGTIના વાઇસ પ્રેસિડન્ટ હતા

કપિલ દેવ

૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કૅપ્ટન કપિલ દેવે પ્રોફેશનલ ગૉલ્ફ ટૂર ઑફ ઇન્ડિયા (PGTI)ના નવા પ્રેસિડન્ટ તરીકે પદ સંભાળીને નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. ૬૫ વર્ષના શાનદાર ગૉલ્ફ ખેલાડી કપિલ દેવ આ પહેલાં PGTIના વાઇસ પ્રેસિડન્ટ હતા. એચ. આર. શ્રીનિવાસનનો કાર્યકાળ સમાપ્ત થતાં તે સર્વાનુમતે ચૂંટાયા હતા.

કપિલ દેવે નવી ઇનિંગ્સ શરૂ કરતાં કહ્યું હતું કે ‘ગૉલ્ફ ત્રણ દાયકાથી વધુ સમયથી મારો શોખ છે. જ્યારે હું એક ગૉલ્ફર હતો ત્યારે મેં આ રમતમાં એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોયું હતું. હું હંમેશાંની જેમ મારું સર્વશ્રેષ્ઠ કામ કરવાનું વચન આપું છું.’ ભારતના ટોચના સ્ટાર ખેલાડીઓ કપિલ દેવના ગૉલ્ફ-મિત્રો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં PGTI માટે નવા સ્પૉન્સર્સ લાવવાના પ્રયાસમાં કપિલ દેવ સૌથી આગળ રહ્યા છે.

kapil dev sports sports news