28 September, 2024 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ભારતના ટેસ્ટ-કૅપ્ટન તરીકે રોહિત શર્માનો નવેમ્બર ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયાનો પ્રથમ પ્રવાસ હશે અને તે સારી રીતે જવાબદારી નિભાવશે એવી અપેક્ષા ભારતીય ફૅન્સને છે. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે હાલમાં રોહિત શર્માનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘તેની સામે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયામાં માત્ર નૅથન લાયનને તેની સામે સફળતા મળે છે અને રોહિત વહેલો આઉટ થઈ શકે છે. રોહિત શર્મા હંમેશાં નવા બૉલનો સામનો કરવા તૈયાર રહે છે, પછી ભલે એ કોઈ પણ ફૉર્મેટ હોય. તે ફાસ્ટ બોલર્સને સારી રીતે રમી શકે છે. બાઉન્સ અને મૂવમેન્ટ તેને પરેશાન કરતાં નથી અને તે એને રમવા માટે પૂરો સમય લે છે.’