midday

ઍશિઝ હારેલી અને T20 વર્લ્ડ કપમાં ક્વૉલિફાય નહીં થઈ શકેલી ઇંગ્લૅન્ડ વિમેન્સના હેડ કોચે આપ્યું રાજીનામું

23 March, 2025 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોચિંગ હેઠળ ઇંગ્લૅન્ડની ટીમે ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામે ૨૦૨૩ અને ૨૦૨૪ની ઍશિઝ ગુમાવી હતી અને ગયા વર્ષે ટીમ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પણ ક્વૉલિફાય થઈ શકી નહોતી
જૉન લુઇસ

જૉન લુઇસ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ મીડિયમ ફાસ્ટ બોલર જૉન લુઇસે ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમના હેડ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવેમ્બર ૨૦૨૨થી ચાલી રહેલા તેના કાર્યકાળમાં ઇંગ્લૅન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમે ૭૩માંથી બાવન મૅચ જીતી હતી અને લિમિટેડ ઓવર્સનાં બન્ને ફૉર્મેટની ICC ઇવેન્ટમાં ટીમ બીજા ક્રમે રહી હતી. જોકે તેના કોચિંગ હેઠળ ઇંગ્લૅન્ડની ટીમે ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામે ૨૦૨૩ અને ૨૦૨૪ની ઍશિઝ ગુમાવી હતી અને ગયા વર્ષે ટીમ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પણ ક્વૉલિફાય થઈ શકી નહોતી. સતત મળી રહેલી નિષ્ફળતા બાદ તેણે આ પદ છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

Whatsapp-channel
england womens world cup cricket news sports news sports t20 world cup