જય શાહની મોટી જાહેરાત : ભારતીય ક્રિકેટર્સ IPLમાં કરશે બમ્પર કમાણી

29 September, 2024 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક ફ્રૅન્ચાઇઝી સીઝન માટે મૅચ-ફી તરીકે ૧૨.૬૦ કરોડ રૂપિયા ફાળવશે

જય શાહ

ભારતીય ક્રિકેટ બોર્ડના જય શાહે IPLમાં ભાગ લેતા ભારતીય ક્રિકેટર્સ માટે ગઈ કાલે મોટી જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું. ‘અમે IPLમાં નિરંતરતા અને શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરી રહ્યા છીએ. અમે અમારા ક્રિકેટરો માટે મૅચદીઠ ૭.૫ લાખ રૂપિયાની જાહેરાત કરતાં રોમાંચિત થયા છીએ. આમ એક ભારતીય ક્રિકેટર જે સીઝન દરમ્યાન દરેક મૅચ રમશે તેને તેની કરારની રકમ ઉપરાંત ૧.૦૫ કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રૅન્ચાઇઝી સીઝન માટે મૅચ-ફી તરીકે ૧૨.૬૦ કરોડ રૂપિયા ફાળવશે. IPLમાં ખેલાડીઓ માટે આ એક નવો યુગ છે.’
આ જાહેરાતથી IPL 2025નો રોમાંચ વધશે.

sports news sports jay shah board of control for cricket in india indian premier league