બેડ-રેસ્ટના ફેક ન્યુઝનો જડબાતોડ જવાબ આપ્યો જસપ્રીત બુમરાહે

17 January, 2025 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેની ઇન્જરી પર કોઈ અપડેટ આપવામાં આવી નથી

જસપ્રીત બુમરાહ

ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની અંતિમ ટેસ્ટ-મૅચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઇન્જરી થઈ હતી. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેની ઇન્જરી પર કોઈ અપડેટ આપવામાં આવી નથી, પણ તેની ફિટનેસ વિશે સોશ્યલ મીડિયા પર અનેક અહેવાલ અને સૂત્રોની માહિતી વાઇરલ થઈ રહી છે.

આવા જ એક અહેવાલ વિશે માહિતી આપતાં સોશ્યલ મીડિયાના એક યુઝરે બુમરાહની ફિટેનસ વિશે લખ્યું હતું કે ‘બુમરાહને બેડ-રેસ્ટની સલાહ આપવામાં આવી છે. તે ક્રિકેટમાં વાપસી કરવા કોઈ ઉતાવળ કરશે નહીં. હાલમાં તે પોતાના ઘરે આરામ કરી રહ્યો છે.’

આ પોસ્ટનો જવાબ આપતાં બુમરાહે લખ્યું કે ‘મને ખબર છે કે ખોટા સમાચાર ફેલાવવા સરળ છે, પરંતુ એનાથી મને હસવું આવે છે. તમારાં સૂત્રો અવિશ્વસનીય છે.’ 

jasprit bumrah indian cricket team cricket news sports sports news