ઑસ્ટ્રેલિયા ટૂર પર જતાં પહેલાં ફૅમિલીએ ઈશાન કિશન પર ભરપૂર પ્રેમ વરસાવ્યો

27 October, 2024 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશાન કિશનનો આ ઇમોશનલ વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે

ઈશાન કિશન પરિવારને ગુડબાય કહેતા

૩૧ ઑક્ટોબરથી ભારત અને ઑસ્ટ્રેલિયાની A ટીમો વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિરીઝથી વિકેટકીપર-બૅટર ઈશાન કિશન પણ ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. હાલમાં જ્યારે તે ઑસ્ટ્રેલિયા ટૂર માટે પટનાના ઘરેથી રવાના થઈ રહ્યો હતો ત્યારે તેનાં મમ્મી અને દાદીએ તેના કપાળ પર કિસ કરીને પ્રેમ વરસાવ્યો હતો. ઈશાન કિશનનો આ ઇમોશનલ વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.

ishan kishan india indian cricket team australia test cricket cricket news sports sports news