17 December, 2024 10:16 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
ઈશા ગુહા
ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર ઈશા ગુહાએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે મોસ્ટ વૅલ્યુએબલ ‘પ્રાઇમેટ’ (માનવ જેવું પ્રાણી) શબ્દ વાપરતાં તે સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ હતી. ત્યાર બાદ તેણે લાઇવ ટીવી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માફી માગતાં કહ્યું હતું કે ‘હું તેની સિદ્ધિની વિશાળતા વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને મેં ખોટો શબ્દ પસંદ કર્યો. હું આ માટે ખૂબ જ દિલગીર છું. હું સાઉથ એશિયન મૂળની છું એથી મને આશા છે કે લોકો સમજશે કે એમાં અન્ય કોઈ ખોટો ઇરાદો નહોતો.’
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ લાઇવ ટીવી પર માફી માગવા માટે ઈશાને બહાદુર મહિલા ગણાવી પ્રશંસા કરી હતી. પશ્ચિમ બંગાળના કલકત્તાનાં રહેવાસી ઈશાનાં મમ્મી-પપ્પા ૧૯૭૦માં ઇંગ્લૅન્ડ શિફ્ટ થયાં હતાં.