23 March, 2025 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇરફાન પઠાણ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણને IPL 2025ની કૉમેન્ટરી પૅનલમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેથી ક્રિકેટ-ફૅન્સ વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અહેવાલ અનુસાર પઠાણને બાકાત રાખવાનું કારણ કેટલાક ચોક્કસ ભારતીય પ્લેયર્સ વિશે તેની કમેન્ટ હોઈ શકે છે. ખાસ કરીને બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન તે કેટલાક પ્લેયર્સને ટાર્ગેટ કરતો જોવા મળ્યો હતો.
ઇરફાન પઠાણના આ વર્તનને કારણે તેને આ સીઝનની કૉમેન્ટરી પૅનલમાં સ્થાન ન મળ્યું હોવાની વાત સામે આવી રહી છે. જોકે આ સમાચારો વચ્ચે તેણે પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે જેમાં તે સીધી બાત વિથ ઇરફાન પઠાણ શોના માધ્યમથી ક્રિકેટની ઘટનાઓ પર પોતાના વિચાર રજૂ કરશે.