સાઉથ આફ્રિકાએ આયરલૅન્ડને બીજી મૅચમાં ૧૭૪ રનથી હરાવ્યું

06 October, 2024 02:48 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

આફ્રિકન ટીમે ૧૭૪ રને જીત મેળવીને ૨-૦ની અજેય સરસાઈ મેળવી છે

ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલવહેલી સેન્ચુરી ફટકારી ટ્રિસ્ટન સ્ટબ્સે

સાઉથ આફ્રિકા અને આયરલૅન્ડ વચ્ચેની ત્રણ મૅચની વન-ડે સિરીઝની બીજી મૅચ ચોથી ઑક્ટોબરે UAEમાં અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં આફ્રિકન ટીમે ૧૭૪ રને જીત મેળવીને ૨-૦ની અજેય સરસાઈ મેળવી છે. આ મૅચમાં સાઉથ આફ્રિકાની ટીમે ચાર વિકેટ ગુમાવીને ૩૪૩ રન ફટકાર્યા હતા, જ્યારે આયરલૅન્ડની ટીમ ૧૬૯ રનમાં સમેટાઈ ગઈ હતી. ૮૧ બૉલમાં ૧૧૨ રન ફટકારીને ૨૪ વર્ષના ટ્રિસ્ટન સ્ટબ્સે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. આ તેની કરીઅરની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી હતી.

south africa ireland cricket news sports sports news