ઈરાની કપમાં જયસ્વાલ ઝળક્યો

02 March, 2023 11:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશ સામે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૩ વિકેટે બનાવ્યા ૩૮૧ રન

યશસ્વી જયસ્વાલ

મુંબઈના બૅટર યશસ્વી જયસ્વાલની શાનદાર ડબલ સેન્ચુરીના પરિણામે ગ્વાલિયરમાં શરૂ થયેલી ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાએ મધ્ય પ્રદેશ સામે ૩ વિકેટે ૩૮૧ રન કર્યા હતા. જયસ્વાલે ૨૫૯ બૉલમાં ૨૧૩ રન કર્યા હતા. તેણે ઓપનર અભિમન્યુ ઇશ્વરન (૨૪૦ બૉલમાં ૧૫૪ રન) સાથે બીજી વિકેટ માટે ૩૭૧ રનની પાર્ટન​રશિપ કરી હતી. ઇશ્વરને જયસ્વાલ કરતાં પહેલાં સેન્ચુરી ફટકારી હતી, પરંતુ મુંબઈના જયસ્વાલ શૉટ સિલેક્શન તેમ જ જે પ્રમાણે બોલરો પર પ્રભુત્વ જમાવતો નજરે પડતો હતો એ ખરેખર અદ્ભુત હતું. જોકે બન્ને ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. કૅપ્ટન મયંક અગ્રવાલ માત્ર ૨ રન બનાવીને આઉટ થયો હતો. જયસ્વાલે રણજીમાં માત્ર ૩૧૫ રન જ કર્યા હતા. જોકે કોચ રાહુલ દ્રવિડના આગ્રહને કારણે તેની પસંદગી રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમમાં કરવામાં આવી હતી. 

sports sports news cricket news madhya pradesh