IPL: સ્ટેડિયમમાં મેચ જોવા જતાં પહેલાં જાણી લો આ નિયમો, નહીં તો થશે કડક કાર્યવાહી

03 April, 2023 05:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ 4 શહેરોમાં મેચ દરમિયાન, દર્શકોને સ્ટેડિયમની અંદર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)નો વિરોધ કરતાં પોસ્ટરો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં

પ્રતીકાત્મક તસવીર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) લાંબા સમય બાદ ફરી એકવાર તેના જૂના ફૉર્મેટમાં રમાઈ રહી છે, જેમાં ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર પણ 7 મેચ રમવાની તક મળશે. દરમિયાન દિલ્હી, મોહાલી, હૈદરાબાદ અને અમદાવાદમાં રમાનારી મેચોમાં સ્ટેડિયમમાં જઈને મેચનો આનંદ માણનારા દર્શકો માટે પણ ખાસ પ્રકારની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ 4 શહેરોમાં મેચ દરમિયાન, દર્શકોને સ્ટેડિયમની અંદર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)નો વિરોધ કરતાં પોસ્ટરો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, લખનઉ લખનઉ લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ટીમની હોમ મેચની ટિકિટ વેચવાનો અધિકાર Paytm Insiderને મળ્યો છે.

Paytm ઇનસાઇડર દ્વારા મેચોની ટિકિટ વેચાણને લઈને પ્રતિબંધિત વસ્તુઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેને મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાંથી એક CAA અને NRC વિરોધ સંબંધિત પોસ્ટર છે.

બીસીસીઆઈના અધિકારીએ ફિફા વર્લ્ડ કપની માર્ગદર્શિકા યાદ અપાવી

આ ઑર્ડર અંગે પીટીઆઈના અહેવાલ અનુસાર, ફ્રેન્ચાઈઝીના ટિકિટિંગ પાર્ટનર સાથે તેમની ઘરેલુ મેચો અંગે સલાહ લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હશે. જો કે, આ બીસીસીઆઈની સલાહ લીધા પછી જ કરવામાં આવે છે, જેમાં કોઈપણ રમતના ઈવેન્ટ દરમિયાન રાજકીય અથવા અન્ય મુદ્દાઓના પોસ્ટરોને કે પ્લેકાર્ડ બતાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: CSK vs LSG: ચેન્નઈને હોમ ગ્રાઉન્ડમાં લખનઉને હરાવવું જ છે

આના પર બીસીસીઆઈના એક અધિકારીએ આ વર્ષની શરૂઆતમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપની ગાઈડલાઈન યાદ અપાવી હતી, જેમાં નિયમો અનુસાર કોઈપણ રાજકીય, ધાર્મિક કે અન્ય કોઈપણ પ્રકારના નારા લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો.

sports news cricket news ipl 2023 mumbai ahmedabad delhi hyderabad indian premier league