17 February, 2025 09:02 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટોર્ફી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન માટે શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે જેમાં બાવીસ માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ ૭૪ મૅચ ૧૩ વેન્યુ પર રમાશે. ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચેની મૅચથી શરૂ થશે અને પચીસ મેએ એ જ સ્થળે ટુર્નામેન્ટ સમાપ્ત થશે. હૈદરાબાદ ૨૦ મે અને ૨૧ મેએ પ્રથમ ક્વૉલિફાયર અને એલિમિનેટરનું આયોજન કરશે, જ્યારે બીજો ક્વૉલિફાયર ૨૩ મેએ કલકત્તામાં યોજાશે. આ દરમ્યાન ૧૨ દિવસ એવા હશે જ્યારે બપોરે અને સાંજે એમ બે-બે મૅચ રમાશે.
૧૦ ટીમના હોમ ગ્રાઉન્ડ સહિત ધરમશાલા, ગુવાહાટી અને વિશાખાપટ્ટનમમાં પણ મૅચ યોજાશે. ન્યુ ચંડીગઢ સાથે ધરમશાલા પંજાબ કિંગ્સ માટે બીજું હોમ ગાઉન્ડ હશે, જ્યારે રાજસ્થાન રૉયલ્સ જયપુર ઉપરાંત ગુવાહાટીમાં અને દિલ્હી કૅપિટલ્સ દિલ્હી ઉપરાંત વિશાખાપટ્ટનમમાં પણ મૅચ રમશે. ગુવાહાટી અને વિશાખાપટ્ટનમ બે-બે મૅચનું આયોજન કરશે, જ્યારે ધરમશાલા ત્રણ મૅચનું આયોજન કરશે.
બે-ગ્રુપ ફૉર્મેટમાં રમાશે ટુર્નામેન્ટ
૨૦૨૨માં ૧૦ ટીમોની ટુર્નામેન્ટમાં વિસ્તરણ કર્યા પછી, IPL એના બે-ગ્રુપ ફૉર્મેટ સાથે ચાલુ રહેશે. કલકત્તા, બૅન્ગલોર, રાજસ્થાન, ચેન્નઈ અને પંજાબને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે જ્યારે હૈદરાબાદ, દિલ્હી, ગુજરાત, મુંબઈ અને લખનઉ બીજા ગ્રુપમાં છે. દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય બધી ટીમો અને બીજા ગ્રુપની પૂર્વનિર્ધારિત એક ટીમ સામે બે વાર રમશે, જ્યારે બીજા ગ્રુપની બાકીની ચાર ટીમો સામે એક વાર જ મૅચ રમશે.
મુંબઈ ઇન્ડિયન્સનું શેડ્યુલ
૨૩ માર્ચ : ચેન્નઈ સુપર કિંગ્સ (ચેન્નઈ)
૨૯ માર્ચ : ગુજરાત ટાઇટન્સ (અમદાવાદ)
૩૧ માર્ચ : કોલકાતા નાઇટ રાઇડર્સ (મુંબઈ)
૪ એપ્રિલ : લખનઉ સુપર જાયન્ટ્સ (લખનઉ)
૭ એપ્રિલ : રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (મુંબઈ)
૧૩ એપ્રિલ : દિલ્હી કૅપિટલ્સ (દિલ્હી)
૧૭ એપ્રિલ : સનરાઇઝર્સ હૈદરાબાદ (મુંબઈ)
૨૦ એપ્રિલ : ચેન્નઈ સુપર કિંગ્સ (મુંબઈ)
૨૩ એપ્રિલ : સનરાઇઝર્સ હૈદરાબાદ (હૈદરાબાદ)
૨૭ એપ્રિલ : લખનઉ સુપર જાયન્ટ્સ (મુંબઈ)
૧ મે : રાજસ્થાન રૉયલ્સ (જયપુર)
૬ મે : ગુજરાત ટાઇટન્સ (મુંબઈ)
૧૧ મે : પંજાબ કિંગ્સ (ધરમશાલા)
૧૫ મે : દિલ્હી કૅપિટલ્સ (મુંબઈ)