04 April, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
આંગળીમાં ઇન્જરીને લીધે સંજુ સૅમસન પ્રથમ ત્રણેય મૅચમાં ઇમ્પૅક્ટ ખેલાડી તરીકે માત્ર બૅટર તરીકે ઉપલબ્ધ હોવાથી રાજસ્થાન રૉયલ્સનું નેતૃત્વ રિયાન પરાગને સોંપવામાં આવ્યું હતું. જોકે હવે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી તરીફથી સૅમસનને વિકેટકીપિંગ કરવા માટે ક્લિયરન્સ મળી ગયું હોવાથી શનિવારે પંજાબ સામેની મૅચમાં તે ફરી વિકેટકીપર અને કૅપ્ટન તરીકે મેદાનમાં ઊતરશે. અત્યાર સુધી ૩ મૅચમાં એક જીત અને બે હાર સાથે રાજસ્થાન પૉઇન્ટ્સ-ટેબલમાં સેકન્ડ લાસ્ટ નંબરે સ્ટ્રગલ કરી રહ્યું છે.