midday

રાજસ્થાન રૉયલ્સનો યંગેસ્ટ કૅપ્ટન બનશે રિયાન પરાગ

21 March, 2025 12:27 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન આંગળીના ફ્રૅક્ચર અને સર્જરી બાદ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી એથી જ IPL 2025ની પહેલી ત્રણ મૅચ માટે રિયાન પરાગ રાજસ્થાન રૉયલ્સનું નેતૃત્વ સંભાળશે. સંજુ શરૂઆતની મૅચ દરમ્યાન વિકેટકીપિંગ છોડીને સામાન્ય બૅટર તરીકે રમશે.
રિયાન પરાગ (સૌજન્ય: મિડ-ડે)

રિયાન પરાગ (સૌજન્ય: મિડ-ડે)

સીઝનની પહેલી ત્રણ મૅચમાં સંભાળશે ટીમની કમાન, સંજુ સૅમસન બૅટર તરીકે રમશે

વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન આંગળીના ફ્રૅક્ચર અને સર્જરી બાદ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી એથી જ IPL 2025ની પહેલી ત્રણ મૅચ માટે રિયાન પરાગ રાજસ્થાન રૉયલ્સનું નેતૃત્વ સંભાળશે. સંજુ શરૂઆતની મૅચ દરમ્યાન વિકેટકીપિંગ છોડીને સામાન્ય બૅટર તરીકે રમશે. વધુ ઇન્જરીથી બચવા માટે તે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે પણ રમી શકે છે.

૨૩ વર્ષની ઉંમરે કૅપ્ટન્સી સંભાળીને રિયાન પરાગ રાજસ્થાન રૉયલ્સનો યંગેસ્ટ કૅપ્ટન બની જશે. આ મામલે તે સ્ટીવ સ્મિથનો ૨૦૧૪નો ૨૪ વર્ષ ૩૪૭ દિવસની ઉંમરનો રેકૉર્ડ તોડશે. આ ત્રણ મૅચ માટે તેણે ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ (પચીસ વર્ષ)ને પાછળ રાખી IPL 2025નો પણ યંગેસ્ટ કૅપ્ટન રહેશે. આસામના કૅપ્ટન તરીકે ડોમેસ્ટિક ક્રિકેટમાં તે પોતાની પ્રતિભાની ઝલક બતાવી ચૂક્યો છે. રિયાન પરાગ રાજસ્થાન રૉયલ્સનો સાતમો કૅપ્ટન બનશે. 

Whatsapp-channel
sanju samson riyan parag IPL 2025 cricket news sports news