પંજાબ કિંગ્સને પહેલી વાર ચૅમ્પિયન બનાવવાની જવાબદારી મળી નવા હેડ કોચ રિકી પૉન્ટિંગને

19 September, 2024 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબ કિંગ્સની ફ્રૅન્ચાઇઝીએ આ જાહેરાત કરતાં કહ્યું હતું હતું

રિકી પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન બૅટ્સમૅન અને કૅપ્ટન રિકી પૉન્ટિંગને ગઈ કાલે પંજાબ કિંગ્સના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. IPLના ઇતિહાસમાં એક પણ વાર ચૅમ્પિયન ન બનનાર પંજાબ કિંગ્સની ફ્રૅન્ચાઇઝીએ આ જાહેરાત કરતાં કહ્યું હતું હતું કે ‘અમને આગામી ચાર સીઝન માટે અમારી ટીમને માર્ગદર્શન આપવા અને તૈયાર કરવા માટે રિકીને નવા હેડ કોચ બનાવતાં ખૂબ જ આનંદ થાય છે. તેનો અનુભવ અમને એવી ટીમ બનાવવામાં મદદ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે જે મેદાન પર સફળતા હાંસલ કરશે.’

અહેવાલ અનુસાર પૉન્ટિંગ ટીમના બાકીના સપોર્ટ સ્ટાફ વિશે નિર્ણય લેશે. રિકી પૉન્ટિંગ આ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ (૨૦૧૪થી ૨૦૧૬)  અને દિલ્હી કૅપિટલ્સ (૨૦૧૮થી ૨૦૨૪)ની કોચિંગ ટીમનો ભાગ હતો.

punjab kings indian premier league IPL 2025 ricky ponting cricket news sports sports news