૨૦ લાખ રૂપિયાના ધ્રુવ જુરેલને ૧૪ કરોડ રૂપિયા, પંચાવન લાખ રૂપિયાના રિન્કુ સિંહને ૧૩ કરોડ

02 November, 2024 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ લાખ રૂપિયાના ધ્રુવ જુરેલને ૧૪ કરોડ રૂપિયા, પંચાવન લાખ રૂપિયાના રિન્કુ સિંહને ૧૩ કરોડ, IPL 2025 માટે જુઓ કેવી ચાંદી થઈ ગઈ કેટલાક ખેલાડીઓને

૨૦ લાખ રૂપિયાના ધ્રુવ જુરેલને ૧૪ કરોડ રૂપિયા, પંચાવન લાખ રૂપિયાના રિન્કુ સિંહને ૧૩ કરોડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૨૦૨૫ની સીઝન માટે ટીમોએ જે પ્લેયરોને રીટેન કર્યા છે એમાંથી કેટલાકને તો જબરદસ્ત જૅકપૉટ લાગ્યો છે. સૌથી મોટો પગારવધારો રાજસ્થાનના ધ્રુવ જુરેલનો થયો છે. ૨૦૨૪ની IPL માટે તેને માત્ર ૨૦ લાખ રૂપિયા મળ્યા હતા, પણ આગામી સીઝન માટે તેને ૧૪ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો છે જે ૬૯૦૦%નો ફાયદો સૂચવે છે. ગઈ સીઝનમાં માત્ર ૨૦ લાખ રૂપિયામાં આવેલા મથીશા પથિરાનાને ચેન્નઈએ ૬૪૦૦%નો વધારો આપીને ૧૩ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે. રજત પાટીદારને બૅન્ગલોરે તથા મયંક યાદવને લખનઉએ ૨૦૨૪ના ૨૦ લાખ રૂપિયા સામે ૫૪૦૦%નો વધારો આપીને ૧૧ કરોડ રૂપિયામાં રીટેન કર્યા છે. સાઈ સુદર્શનને ૨૦૨૪ના ૨૦ લાખ રૂપિયા સામે સાડાઆઠ કરોડ રૂપિયા મળ્યા છે જે ૪૧૫૦%નો વધારો છે. પંજાબે શશાંક સિંહને ૨૦ લાખ રૂપિયા સામે ૨૬૫૦% વધારો આપીને સાડાપાંચ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે, જ્યારે કલકત્તાએ રિન્કુ સિંહને ૨૨૬૪%નો વધારો આપીને ૨૦૨૪ના પંચાવન લાખ રૂપિયા સામે ૧૩ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.

indian premier league rajasthan cricket news IPL 2025 sports news sports