રાહુલ દ્રવિડ બન્યો રાજસ્થાન રૉયલ્સનો હેડ કોચ

07 September, 2024 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ દ્રવિડ રાજસ્થાન રૉયલ્સ સાથે ૨૦૧૧થી ૨૦૧૫ સુધી પાંચ સીઝન રહી ચૂક્યો છે

રાહુલ દ્રવિડને ગઈ કાલે રૉયલ્સ સ્પોર્ટ્‌સ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેક લશ મૅકરમ દ્વારા રાજસ્થાન રૉયલ્સની પિન્ક જર્સી આપવામાં આવી હતી.

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને ગઈ કાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રાજસ્થાન રૉયલ્સનો હેડ કોચ જાહેર કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો એની સાથે ૫૧ વર્ષના દ્રવિડનો ભારતીય ટીમના હેડ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ તરીકે દ્રવિડ ટીમના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ કુમાર સંગકારા સાથે મળીને તરત જ કામે લાગી જવાનો છે.

રાહુલ દ્રવિડ રાજસ્થાન રૉયલ્સ સાથે ૨૦૧૧થી ૨૦૧૫ સુધી પાંચ સીઝન રહી ચૂક્યો છે. ૨૦૧૨ અને ૨૦૧૩માં તે ટીમનો કૅપ્ટન હતો તથા ૨૦૧૪ અને ૨૦૧૫માં મેન્ટર હતો.

IPL 2025 rajasthan royals rahul dravid indian premier league cricket news sports sports news