03 December, 2024 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિવમ દુબેએ બૅટિંગથી મેદાન પર લગાવી આગ (તસવીર: સોશિયલ મીડિયા)
આઇપીએલ 2025 (IPL 2025 Mega Auction) માટે ખેલાડીઓનું મેગા ઓક્શન ચાલી રહ્યું છે. એવામાં ખેલાડીઓ મૅચ દરમિયાન તેમનું બેસ્ટ પર્ફોર્મન્સ બતાવી રહ્યા છે અને પોતાના પ્રાઇઝને વધારી રહ્યા છે. હાલમાં IPLની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે ટીમના ઑલ રાઉન્ડર ખેલાડી શિવમ દુબેએ એક જ મૅચમાં સાત સિક્સર ફટકારીને દરેકને દંગ કરી દીધા છે.
ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે (IPL 2025 Mega Auction) જેણે જુલાઈમાં શ્રીલંકા સાથે રમાયેલી T-20 શ્રેણીમાં નિષ્ફળ જતાં ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું અને IPL 2024માં શાનદાર પ્રદર્શન બાદ તે ટીમમાં પાછો ફર્યો હતો, પરંતુ તેણે સતત ખરાબ પ્રદર્શન કરીને ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યા હતા. આવી સ્થિતિમાં હવે શિવમ દુબે પોતાનું સ્થાન પાછું મેળવવા માટે સતત ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે. તે જ સમયે, 3 ડિસેમ્બરે યોજાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની મૅચમાં તેણે પોતાની બૅટિંગથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર (IPL 2025 Mega Auction) ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે તો બીજી તરફ કેટલાક ભારતીય ખેલાડીઓ હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યા છે. ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુર સહિત ઘણા મહાન ખેલાડીઓએ ભાગ લીધો છે. યુવા ઓલરાઉન્ડર શિવમ દુબે પણ આ ટુર્નામેન્ટનો એક ભાગ છે. 3 ડિસેમ્બરના રોજ, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ અને સર્વિસીઝ વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં શિવમ દુબેએ બૅટ વડે હોબાલી મચાવી દીધો છે. મુંબઈનું પ્રતિનિધિત્વ કરતાં તેણે શાનદાર બૅટિંગ કરી અને પોતાની હાફ સેન્ચુરી પૂર્ણ કરી.
પાંચમા નંબરે બૅટિંગ (IPL 2025 Mega Auction) કરવા આવેલા શિવમ દુબેએ 191.89ના સ્ટ્રાઈક રેટથી રન બનાવતા સર્વિસ ટીમના બૉલરોને ધૂળ ચટાવી હતી. પોતાની વિસ્ફોટક ઇનિંગ્સમાં તે બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો હતો. શિવમ દુબે 37 બૉલમાં 71 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેની ઇનિંગ્સની મદદથી મુંબઈની ટીમ 193 રનનો લક્ષ્યાંક આપવામાં સફળ રહી હતી. દુબે સાથે સૂર્યકુમાર યાદવે પણ પોતાની તોફાની બૅટિંગ કરી યોગદાન આપ્યું હતું. તેણે 46 બૉલમાં 70 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
IPL 2025 મેગા ઓક્શન પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે (IPL 2025 Mega Auction) શિવમ દુબેને 12 કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. ગત સિઝનમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બૅટિંગ કરતી વખતે તેણે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. 14 મૅચમાં તેણે ત્રણ અડધી સદીની મદદથી 396 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તે ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. જોકે, આ માર્કી ટુર્નામેન્ટમાં તેનું બૅટ શાંત રહ્યું હતું. આઠ મૅચની આઠ ઇનિંગ્સમાં તેણે 133 રન બનાવ્યા, જેમાં તેની એવરેજ માત્ર 22.16 હતી.