ઇટલીમાંથી પહેલી વાર IPL ઑક્શન માટે રજિસ્ટ્રેશન કરાવનાર પ્લેયર કોણ?

07 November, 2024 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇટલીના ૨૪ વર્ષના બોલર થૉમસ જૅક ડ્રૅકાએ આગામી સીઝનના મેગા ઑક્શન માટે નામ નોંધાવ્યું છે

થૉમસ જૅક ડ્રૅકા

ઇટલી જેવા ફૂટબૉલપ્રેમીઓના દેશમાંથી પહેલી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવા માટે રજિસ્ટ્રેશન થયું છે. ઇટલીના ૨૪ વર્ષના બોલર થૉમસ જૅક ડ્રૅકાએ આગામી સીઝનના મેગા ઑક્શન માટે નામ નોંધાવ્યું છે. આ ફાસ્ટ બોલરે ઇટલીની ક્રિકેટ-ટીમ માટે ચાર મૅચમાં ૮ વિકેટ લીધી છે. તે આ વર્ષે ગ્લોબલ T20 કૅનેડા લીગમાં પણ ચમક્યો હતો. ત્યાં તેણે બ્રૅમ્પટન વુલ્વ્સ ક્રિકેટ-ટીમ માટે ૬ મૅચમાં ૧૧ વિકેટ લઈને પોતાની છાપ છોડી હતી. ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસવાળા આ પ્લેયરે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત આગામી ઇન્ટરનૅશનલ લીગ T20 માટે MI એમિરેટ્સની ટીમમાં પણ સ્થાન મેળવ્યું છે.

indian premier league IPL 2025 italy cricket news sports sports news