IPL 2025ના મેગા આૅક્શન પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે હેડ કોચ બદલ્યો

14 October, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈને ત્રણ IPL ટાઇટલ જીતવામાં મદદ કરી છે શ્રીલંકન દિગ્ગજે, તેણે ૨૦૧૭થી ૨૦૨૨ સુધી આ જ ભૂમિકામાં રહીને ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ની સીઝનનું ટાઇટલ જિતાડી આપ્યું હતું.

માહેલા જયવર્દ

ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચ વારની ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે આગામી મેગા ઑક્શન પહેલાં ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. શ્રીલંકાનો ભૂતપૂર્વ કૅપ્ટન માહેલા જયવર્દને ફરી મુંબઈ ઇન્ડિયન્સનો હેડ કોચ બન્યો છે. તેણે ૨૦૧૭થી ૨૦૨૨ સુધી આ જ ભૂમિકામાં રહીને ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ની સીઝનનું ટાઇટલ જિતાડી આપ્યું હતું. 

માહેલા જયવર્દનેએ આ પ્રસંગે કહ્યું કે ‘મુંબઈ ઇન્ડિયન્સ પરિવારમાં મારી સફર હંમેશાં વિકાસની રહી છે. હવે પાછા ફરવાની અને એ જ ભૂમિકામાં ટીમના ઇતિહાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખવાની તક એક આકર્ષક પડકાર છે, જેની હું રાહ જોઈ રહ્યો છું.’ 

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન માર્ક બાઉચરે ટીમના કંગાળ પ્રદર્શનને કારણે બે વર્ષ બાદ આ હેડ કોચનું પદ છોડવું પડ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ ૨૦૨૩માં નૉકઆઉટ માટે ક્વૉલિફાય થઈને ત્રીજા સ્થાને રહ્યું હતું, પરંતુ આ વર્ષે એનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ ૧૪માંથી માત્ર ૪ મૅચ જીતી શકી હતી અને ટીમ અંતિમ સ્થાને રહી હતી.

india IPL 2025 mahela jayawardene mumbai indians cricket news sports sports news