midday

સૌથી મોંઘા કૅપ્ટન રિષભ પંતે LSG પાસે કરાવવો પડશે પૈસા-વસૂલ પર્ફોર્મન્સ

23 March, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝન વચ્ચે પ્લેયર્સની ઇન્જરી બની શકે છે લખનઉ માટે માથાનો દુખાવો
રિષભ પંત

રિષભ પંત

૨૪ માર્ચે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સૌથી મોંઘા ૨૭ કરોડ રૂપિયાના કૅપ્ટન રિષભ પંતના નેતૃત્વમાં દિલ્હી કૅપિટલ્સ સામે પોતાના IPL 2025 અભિયાનની શરૂઆત કરશે. હમણાં સુધી કે. એલ. રાહુલની કૅપ્ટન્સીમાં રમનાર આ ફ્રૅન્ચાઇઝી ત્રણમાંથી પહેલી બે સીઝનમાં પ્લેઑફમાં પહોંચી હતી, પણ હવે ફ્રૅન્ચાઇઝીએ કૅપ્ટન રિષભ પંત પર રેકૉર્ડ-બ્રેક રૂપિયા વર્ષાવીને તેને IPL ટાઇટલ જિતાડી આપવાનું જબરદસ્ત મોટિવેશન આપ્યું છે. જોકે આ સીઝનમાં ફાસ્ટ બોલર્સ મોહસિન ખાન, મયંક યાદવ અને આવેશ ખાનની ઇન્જરી આ ફ્રૅન્ચાઇઝી માટે માથાનો દુખાવો બની શકે છે. જોકે તેમણે બૅકઅપ તરીકે મુંબઈના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને સ્ક્વૉડમાં સામેલ કરવાની તૈયારી રાખી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાર સુધીમાં લખનઉએ પોતાના ઇન્જર્ડ પ્લેયર્સ અને તેમના રિપ્લેસમેન્ટ વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

આ ટીમ પાસે સ્પિન વિભાગ સિવાય મજબૂત બૅટિંગ અને ફાસ્ટ બોલિંગ-યુનિટ છે. નિકોલસ પૂરન, મિચલ માર્શ, એઇડન માર્કરમ જેવા વિદેશી પાવર-હિટર પર મોટા ભાગની મૅચ જિતાડવાની જવાબદારી રહેશે. શેમાર જોસેફ અને આકાશદીપ ફાસ્ટ બોલિંગ-યુનિટ માટે પ્રભાવશાળી પ્રદર્શન કરી શકે છે. ઇન્જરીને કારણે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મિચલ માર્શ બોલિંગથી દૂર રહેશે, જ્યારે સ્પિન બોલિંગ તરીકે ટીમ પાસે રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહમદ જેવા વિકલ્પ છે.

મેગા ઑક્શન સુધીમાં આ ફ્રૅન્ચાઇઝીએ ૧૧૯.૯૦ કરોડ રૂપિયા ખર્ચીને ૨૪ સભ્યોની સ્ક્વૉડ તૈયાર કરી હતી. આ સ્ક્વૉડમાં માત્ર બે પ્લેયર્સ ૧૦૦ પ્લસ IPL મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. સ્ક્વૉડમાં ચાર પ્લેયર્સ ૩૦ પ્લસ વર્ષની ઉંમર ધરાવે છે. એમાંથી સાઉથ આફ્રિકાનો સ્ટાર ફિનિશર ડેવિડ મિલર (૩૫ વર્ષ ૨૮૪ દિવસ) સૌથી વધુ મૅચ રમનાર પ્લેયર્સ સાથે સ્ક્વૉડનો સૌથી ઓલ્ડેસ્ટ ક્રિકેટર પણ છે. મહારાષ્ટ્રનો ઑલરાઉન્ડર અર્શીન કુલકર્ણી (૨૦ વર્ષ ૩૪ દિવસ) સ્ક્વૉડનો સૌથી યંગેસ્ટ પ્લેયર છે. ટીમના છ પ્લેયર્સ હજી ડેબ્યુ મૅચની રાહ જોઈ રહ્યા છે.

લખનઉનો IPL રેકૉર્ડ

કુલ મૅચ

૪૪

જીત -

૨૪

હાર -

૧૯

ટાઇ -

00

નો-રિઝલ્ટ -

૦૧

જીતની ટકાવારી-

૫૪.૫૪

IPL 2022થી 2024 સુધી ટીમનું સ્થાન 
૨૦૨૨ - ત્રીજું 
૨૦૨૩ - ત્રીજું 
૨૦૨૪ - સાતમું

લખનઉનો કોચિંગ સ્ટાફ
કોચ - જસ્ટિન લૅન્ગર
મેન્ટર - ઝહીર ખાન
સહાયક કોચ - પ્રવીણ તાંબે, લાન્સ ક્લુઝનર, શ્રીધરન શ્રીરામ, જૉન્ટી રહોડ્સ
ક્રિકેટ સલાહકાર - ઍડમ વૉગ્સ

પ્લેયર્સની ઉંમર અને IPL રેકૉર્ડ

ડેવિડ મિલર (૩૫ વર્ષ) - ૧૩૦ મૅચ

રિષભ પંત (૨૭ વર્ષ) - ૧૧૧ મૅચ

નિકોલસ પૂરન (૨૯ વર્ષ) - ૭૬ મૅચ

રવિ બિશ્નોઈ (૨૪ વર્ષ) - ૬૬ મૅચ

આવેશ ખાન (૨૮ વર્ષ) - ૬૩ મૅચ

શાહબાઝ અહમદ (૩૦ વર્ષ) - ૫૫ મૅચ

અબ્દુલ સમદ (૨૩ વર્ષ) - ૫૦ મૅચ

એઇડન માર્કરમ (૩૦ વર્ષ) - ૪૪ મૅચ

મિચલ માર્શ (૩૩ વર્ષ) - ૪૨ મૅચ

મોહસિન ખાન (૨૬ વર્ષ) - ૨૪ મૅચ

આકાશદીપ (૨૮ વર્ષ) - ૦૮ મૅચ

આકાશ સિંહ (૨૨ વર્ષ) - ૦૭ મૅચ

મયંક યાદવ (૨૨ વર્ષ) -૦૪ મૅચ

એમ. સિદ્ધાર્થ (૨૬ વર્ષ) - ૦૩ મૅચ

રાજવર્ધન હંગરગેકર (૨૨ વર્ષ) - ૦૨ મૅચ

અર્શીન કુલકર્ણી (૨૦ વર્ષ) - ૦૨ મૅચ

શેમાર જોસેફ (૨૫ વર્ષ) -૦૧ મૅચ

આર્યન જુયાલ (૨૩ વર્ષ) - ૦૦

હિંમત સિંહ (૨૮ વર્ષ) - ૦૦

દિગ્વેશ સિંહ (૨૫ વર્ષ) - ૦૦

પ્રિન્સ યાદવ (૨૭ વર્ષ) - ૦૦

યુવરાજ ચૌધરી (૨૩ વર્ષ) - ૦૦

મૅથ્યુ બ્રીટ્ઝ (૨૬ વર્ષ) - ૦૦

 

indian premier league lucknow super giants Rishabh Pant delhi capitals IPL 2025 shardul thakur ravi bishnoi cricket news sports news sports