26 March, 2025 07:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન પંજાબનો યુઝવેન્દ્ર ચહલ, ગુજરાતનાે હેડ કોચ આશિષ નેહરા અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સ્ટાઇલિસ્ટ અદામાં જોવા મળ્યા હતા.
IPL 2025ની પાંચમી મૅચ આજે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગયા વર્ષે આઠમા ક્રમે રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) અને નવમા ક્રમે રહેલી પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવાની આશા રાખશે. આ મૅચમાં શ્રેયસ ઐયર અને શુભમન ગિલ વચ્ચે કૅપ્ટન્સીનો રસપ્રદ જંગ પણ જોવા મળશે. ઐયર પર પંજાબને પહેલું ટાઇટલ અપાવવાની જવાબદારી રહેશે, જ્યારે ગિલ ફરી ગુજરાતના વિજયરથને આગળ વધારવાનો પ્રયાસ કરશે.
પ્રૅક્ટિસમાં એક્સરસાઇઝ કરી રહેલો પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર અને માર્કસ સ્ટૉઇનિસ.
બન્ને ટીમ વચ્ચેની છેલ્લી ટક્કર આ જ સ્ટેડિયમમાં થઈ હતી. આ સ્ટેડિયમમાં થયેલી તેમની એકમાત્ર ટક્કરમાં પંજાબે ત્રણ વિકેટે જીત નોંધાવી હતી. ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડમાં આ હરીફ ટીમ સામે પહેલી જીત મેળવવાનો ટાર્ગેટ રાખશે. સ્ટાર પ્લેયર્સથી ભરપૂર આ બન્ને ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર રહેશે.
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૫ |
GTની જીત |
૦૩ |
PBKSની જીત |
૦૨ |
મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી