કૅપ્ટન રિષભ પંતને ૧૮ કરોડ રૂપિયામાં રીટેન કરશે દિલ્હી કૅપિટલ્સ

17 October, 2024 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષર અને કુલદીપને પણ ૧૪ અને ૧૧ કરોડમાં જાળવી રાખશે એવી ચર્ચા

રિષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ

દિલ્હી કૅપિટલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૨૦૨૫ની સીઝન માટે કૅપ્ટન રિષભ પંત, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને રીટેન કરે એવી શક્યતા છે. પંતને ૧૮ કરોડ રૂપિયામાં, અક્ષરને ૧૪ કરોડ રૂપિયામાં અને કુલદીપને ૧૧ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવશે એવો એક રિપોર્ટ છે. ટીમોએ ૩૧ ઑક્ટોબર સુધીમાં રીટેન્શન-લિસ્ટ આપવાનું છે.

Rishabh Pant axar patel Kuldeep Yadav IPL 2025 delhi capitals cricket news sports news sports indian premier league