ડેલ સ્ટેને હૈદરાબાદનો સાથ છોડ્યો

18 October, 2024 09:37 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકન પેસબોલર ડેલ સ્ટેને ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ કરીને તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં બોલિંગ-કોચ તરીકે પાછો નથી ફરવાનો એવી જાહેરાત કરી હતી. સ્ટેન ૨૦૨૨માં હૈદરાબાદનો બોલિંગ-કોચ બન્યો હતો

ડેલ સ્ટેન

IPL 2025 માટેના મેગા ઑક્શનને આડે મહિના જેટલો સમય બાકી છે ત્યારે દરેક ટીમમાં ઘણી ઊથલપાથલ જોવા મળી રહી છે. એ જ સિલસિલામાં સાઉથ આફ્રિકન પેસબોલર ડેલ સ્ટેને ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ કરીને તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં બોલિંગ-કોચ તરીકે પાછો નથી ફરવાનો એવી જાહેરાત કરી હતી. સ્ટેન ૨૦૨૨માં હૈદરાબાદનો બોલિંગ-કોચ બન્યો હતો, પણ ગયા વર્ષે વ્યક્તિગત કારણસર ટીમ સાથે નહોતો જોડાયો. તેના સ્થાને હૈદરાબાદે ભૂતપૂર્વ કિવી પેસબોલર જૅક્સ ફ્રૅન્કલિનને બોલિંગ-કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. 

સ્ટેને જોકે હૈદરાબાદ ફ્રૅન્ચાઇઝીની જ સાઉથ આફ્રિકાની T20 લીગની ટીમ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપના કોચિંગ સ્ટાફમાં જળવાઈ રહેવાની જાહેરાત કરી હતી. આ બાબતે તેણે લખ્યું હતું કે સાઉથ આફ્રિકા લીગમાં અમે છેલ્લાં બે વર્ષથી ચૅમ્પિયન બની રહ્યા છીએ અને આવતા વર્ષે સતત ત્રીજા વર્ષે એવી જ કમાલ કરવાનો અમારો પ્રયત્ન રહેશે.’

sunrisers hyderabad IPL 2025 cricket news sports news sports social media south africa indian premier league