midday

ડેલ સ્ટેને IPLમાં ૩૦૦ રનનો રેકૉર્ડ મુંબઈમાં થશે એવી આગાહી કરી

25 March, 2025 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર વાર ૨૫૦ પ્લસનો સ્કોર કરનાર હૈદરાબાદને આ ટુર્નામેન્ટમાં ૩૦૦ પ્લસ રન કરનારી પહેલી ટીમ તરીકે મુખ્ય દાવેદાર માનવામાં આવે છે.
ડેલ સ્ટેન

ડેલ સ્ટેન

સનરાઇઝર્સ હૈદરાબાદે સીઝનની શરૂઆતમાં જ ૨૮૬ રન ફટકારતાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને IPL 2025ને લઈને મોટી આગાહી કરી છે. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ‘૧૭ એપ્રિલે આપણે IPLમાં પ્રથમ ૩૦૦ રન જોઈશું. કદાચ હું એ સ્કોર બનતો જોવા માટે ત્યાં હાજર પણ હોઉં.’

શેડ્યુલ અનુસાર ૧૭ એપ્રિલે હૈદરાબાદની ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. ટૂંકમાં તેણે મુંબઈમાં રેકૉર્ડબ્રેક IPL ઇનિંગ્સ રમાવાની આગાહી કરી છે. ચાર વાર ૨૫૦ પ્લસનો સ્કોર કરનાર હૈદરાબાદને આ ટુર્નામેન્ટમાં ૩૦૦ પ્લસ રન કરનારી પહેલી ટીમ તરીકે મુખ્ય દાવેદાર માનવામાં આવે છે.

indian premier league IPL 2025 sunrisers hyderabad cricket news sports news sports mumbai indians wankhede