મેગા ઑક્શનમાં રિષભ પંત પર પચીસ કરોડ રૂપિયાથી વધુની બોલી લાગશે

24 November, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુરેશ રૈનાએ કરી ભવિષ્યવાણી

સુરેશ રૈના

ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ IPLના મેગા ઑક્શન પહેલાં મોટી ભવિષ્યવાણી કરી હતી. મેગા ઑક્શન વિશે ચર્ચા કરતાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે ‘બૅટિંગ અને વિકેટકીપિંગ ઉપરાંત રિષભ પંત ટીમમાં ઍક્સ ફૅક્ટર તરીકે કામ કરે છે. કોઈ માલિક કે કોચ તેને અવગણી શકે નહીં. મેગા ઑક્શનમાં તેને પચીસ કરોડથી ૪-૫ કરોડ રૂપિયા વધુ મળી શકે છે. તેની પાસે સહનશક્તિ છે અને પ્લેયર્સ સાથેનું અદ્ભુત તાલમેલ છે. દરેક વ્યક્તિ તેની કૅપ્ટન્સીમાં રમવા માગે છે અને એ જ તેને ખાસ બનાવે છે.’

ચેન્નઈ સુપર કિંગ્સને ચાર વાર ચૅમ્પિયન બનાવવામાં યોગદાન આપનાર ૩૭ વર્ષના સુરેશ રૈનાનું માનવું છે કે ચેન્નઈ પાસે એટલું બજેટ નથી, પરંતુ બૅન્ગલોર અથવા કલકત્તાની ફ્રૅન્ચાઇઝી તેને ખરીદી શકે છે. જો તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં જશે તો આગામી ત્રણ વર્ષમાં ઘણા ફૅન્સ ટીમ સાથે જોડાશે. ટૂંકમાં રૈનાએ સંકેત આપ્યો છે કે રિષભ પંત પર IPL ઇતિહાસની સૌથી મોટી બોલી લાગશે. આ ટુર્નામેન્ટમાં ૨૦૧૬માં ડેબ્યુ કરનાર રિષભ પંત હમણાં સુધી આજ સુધી દિલ્હી ફ્રૅન્ચાઇઝી માટે જ રમ્યો છે.

IPLમાં રિષભ પંતની કિંમત કેટલા રૂપિયાની હતી?
૨૦૧૬ - ૧.૯૦ કરોડ 
૨૦૧૭ - ૧.૯૦ કરોડ
૨૦૧૮ - ૮ કરોડ 
૨૦૧૯ - ૮ કરોડ 
૨૦૨૦ - ૮ કરોડ 
૨૦૨૧ - ૧૫ કરોડ 
૨૦૨૨- ૧૬ કરોડ 
૨૦૨૩ - ૧૬ કરોડ 
૨૦૨૪ - ૧૬ કરોડ 

indian premier league suresh raina Rishabh Pant IPL 2025 chennai super kings kolkata knight riders delhi capitals cricket news sports sports news