12 November, 2024 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રીંકું સિંહ (ગયા વર્ષની આઇપીએલ ટ્રોફી સાથે)
ઇન્ડિયન પ્રીમીયર લીગ 2025 (IPL 2025) માટે ખેલાડીઓની હરાજીને હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે. જોકે કેટલાક ખેલાડીઓને તેરની જ ટીમ દ્વારા મોટી રકમ આપીને રિટેન કર્યા છે. આ ખેલાડીઓમાં સૌથી ચર્ચામાં કોઈનું નામ હોય તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના (IPL 2025 Auction) બેટર રીંકું સિંહની. કારણ કે આઇપીએલમાં બેઝ પ્રાઇઝ પરના આ ખેલાડીને કેકેઆરએ આ વર્ષે 13 કરોડ રૂપિયા આપ્યા છે અને હવે એવી ચર્ચા છે કે તે ટીમનો કેપ્ટન પણ બની શકે છે.
ક્રિકેટર રિંકુ સિંહના (IPL 2025 Auction) કિસ્મતનો સિતારો હવે ચમકતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં KKRએ તેને 13 કરોડ રૂપિયાની મોટી કિંમતમાં જાળવી રાખ્યો હતો અને હવે આ ખેલાડીને વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ તો રિંકુ સિંહ KKRનો નવો કેપ્ટન બની શકે છે. KKR ગયા વર્ષની IPL ચેમ્પિયન ટીમ છે અને તેણે પોતાના કેપ્ટન શ્રેયસ ઐયરને જાળવી રાખ્યો નથી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐયરની જગ્યાએ રિંકુને ટીમનું સુકાની પદ સોંપવામાં આવી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના કેપ્ટન શ્રેયસ અય્યરને રિટેન કર્યો નથી. ટીમ મેનેજમેન્ટના સૂત્રો મુજબ, શ્રેયસ અય્યરે પોતે જ રિટેન ન કરવાનો નિર્ણય લીધો હતો. KKR શ્રેયસ અય્યરની (IPL 2025 Auction) કેપ્ટનશીપમાં જ ચેમ્પિયન બન્યું હતું. હવે જ્યારે ઐય્યર ગયો છે, ત્યારે મેનેજમેન્ટ સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે આગામી કેપ્ટન કોણ હશે અને એવા અહેવાલો છે કે રિંકુ સિંહ પણ રેસમાં છે. જોકે એક પ્રશ્ન છે કે શું યુવા ક્રિકેટર રિંકુ સિંહ KKRની કેપ્ટનશીપ કરી શકશે?
રિંકુ સિંહ લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે અને હવે તેણે આઈપીએલ અને ટીમ ઈન્ડિયા (IPL 2025 Auction) બન્નેમાં પોતાનું નામ કમાઈ લીધું છે. રિંકુ એક મેચ ફિનિશર છે જ્યાં મહત્તમ દબાણ હોય છે અને રિંકુએ સાબિત કર્યું છે કે તે પ્રેશરનો સામનો કરવાની ક્ષમતા રાખે છે. આવી સ્થિતિમાં રિંકુ સિંહ કેપ્ટન તરીકે સફળ થઈ શકે છે. આ સિવાય રિંકુએ UP T20 લીગમાં મેરઠ માવેરિક્સની કેપ્ટનશિપ પણ કરી હતી જે ચેમ્પિયન પણ બની હતી.
રિંકુ સિંહ લાંબા સમયથી KKRમાં (IPL 2025 Auction) છે અને તેથી તે ટીમ મેનેજમેન્ટની વિચારસરણી અને સંસ્કૃતિથી સારી રીતે વાકેફ છે. તે ટીમના દરેક ખેલાડીને ઓળખે છે અને દરેક સાથે તેની સારી ટ્યુનિંગ છે. ટીમ કોઈપણ ખેલાડીને કેપ્ટન બનાવતા પહેલા આ ગુણો શોધે છે અને આમાં રિંકુ નંબર વન છે. જેથી હવે જોવાનું એ રહેશે કે શું KKR ખરેખર રિંકુને કેપ્ટન બનાવશે?