09 May, 2024 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કાના વીડિયોનો સ્ક્રીન શૉટ (ટ્વિટર)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની અડધા કરતાં વધારે મેચ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આ સિઝન પણ ક્વોલિફાયર રાઉન્ડ તરફ આગળ વધી છે. ગઇકાલે સન રાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઊ સુપર જાયંટ્સ (LSG) વચ્ચેની મેચમાં લખનઊને એકદમ નિરાશા જનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેની ચોતરફ ચર્ચા છે. જોકે લખનઊ (IPL 2024 SRH vs LSG) મેચ હાર્યા બાદ એવું કઈક બન્યું હતું જેને લીધે મોટો વિવાદ સર્જાયો છે. લખનઊના કેપ્ટન કેએલ રાહુલ અને લખનઊ ટીમના માલિક સંજીવ ગોએન્કા વચ્ચે થયેલી વાતચીત ચર્ચામાં આવી છે. તેમ જ આ વાતને લઈને સોશિયલ મીડિયા અનેક મિમ્સ શેર કરવામાં આવ્યા છે. જેથી મિમ્સનું જાણે પૂર આવ્યું હોય, એવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર SRH અને LSG વચ્ચેની મેચ પછીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે LSGના માલિક સંજીવ ગોએન્કા કેપ્ટન કેએલ રાહુલ પર મેચ હરવા બદલ નારાજ થઈને વાત કરી રહ્યા છે. આ વીડિયોને લઈને લોકોએ હવે બળાપો કાઢતા ગોએન્કાએ (IPL 2024 SRH vs LSG) કેએલ રાહુલ સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી એવું કહીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમ જ આ ઘટના અંગે અનેક મિમ્સ પણ શેર કર્યા છે. આ મિમ્સમાં માત્ર કેએલ રાહુલ અને સંજીવ ગોયનકા નહીં પણ, રાહુલની પત્ની આથીય શેટ્ટી અને રાહુલના સસરા સુનિલ શેટ્ટીને પણ લોકોએ તેમના મિમ્સમાં સામેલ કર્યા છે.
એક ફની મિમમાં, કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કાની ઓન-ફીલ્ડ ઝઘડાને ફિલ્મના એક દ્રશ્ય મારફત દર્શાવીને રીએક્શન બતાવવામાં આવ્યું છે. આ મિમમાં સુનીલ શેટ્ટી અને આથિયા શેટ્ટીએ રાહુલ અને ગોએન્કાની (IPL 2024 SRH vs LSG) વાતચીત પર કેવી પ્રતિક્રિયા આપશે તે મજાકના રીતે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રાહુલ અને ગોએન્કાને આ રીતે વાતચીત કરતાં જોઈને કોમેન્ટેટર્સે પણ ‘આ બધી વાત ડ્રેસિંગ રૂમની અંદર બંધ રૂમમાં થવી જોઈએ’, એવું કહ્યું હતું.
તો બીજા એક મિમમાં સંજીવ ગોએન્કાના ઘરની બહાર સુનીલ શેટ્ટી અને આથિયા શેટ્ટી જઈને આ અંગે વાત કરશે એવું પણ બતાવવામાં આવ્યું છે. તેવી જ રીતે ગોએન્કા કેએલ રાહુલ પર ગુસ્સે છે તે વાતને લઈને લોકોએ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને પણ ટ્રોલ કરી રહ્યા છે.
ગઈ કાલે આ સિઝનની 57મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઊ સુપર જાયંટ્સ (LSG)વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. લખનઊએ પેહલા બેટિંગ કરીને 166 રનનો ટાર્ગેટ હૈદરાબાદને આપ્યો હતો. જોકે હૈદરાબાદના બે ઓપનર્સ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ 9.4 ઓવરમાં જ 167 રન ફટકારીને ટીમને મેચમાં 10 વિકેટથી વિજય મેળવી આપ્યો હતો.