પ્લેઑફમાં સૌથી વધુ મૅચ હારનારી ટીમ બની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ

24 May, 2024 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પણ ફિફ્ટી વગર મૅચમાં બન્યા ૩૪૬ રન ઃ આ વર્ષે પણ IPLને નહીં મળે નવી ચૅમ્પિયન ટીમ

ટીમની ફાઇલ તસવીર

બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે રમાયેલી એલિમિનેટર મૅચમાં ૪ વિકેટે જીત મેળવીને રાજસ્થાન રૉયલ્સ ક્વૉલિફાયર-ટૂમાં પહોંચી હતી. બૅન્ગલોરે ૮ વિકેટના નુકસાન સાથે ૧૭૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને રાજસ્થાને ૬  વિકેટના નુકસાન સાથે ૧૯મી ઓવરમાં ૧૭૪ રન બનાવીને ચેઝ કરી લીધો હતો.

મૅચની રસપ્રદ વાત એ રહી કે એક પણ બૅટર ફિફ્ટી ન ફટકારી શક્યો. મોટા બૅટર્સ સેટ થયા બાદ આઉટ થતા રહ્યા. મૅચમાં સૌથી વધુ યશસ્વી જાયસવાલે ૩૦ બૉલમાં ૪૫ રનની ઇનિંગ્સ રમી હતી. મૅચમાં એક પણ ફિફ્ટી વગર બન્ને ઇનિંગ્સના મળીને ૩૪૬ રન બન્યા હતા. ચેપૉકમાં ચેન્નઈ અને બૅન્ગલોર વચ્ચે રમાયેલી લીગ મૅચમાં એક પણ ફિફ્ટી વગર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઇતિહાસનો ૩૪૯ રનનો ફિફ્ટી વગરનો હાઇએસ્ટ સ્કોર બન્યો હતો. એલિમિનેટર મૅચનો સ્કોર આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

૧૭ સીઝનમાં એક પણ વખત ચૅમ્પિયન ન બનનારી બૅન્ગલોરની ટીમ પ્લેઑફની સૌથી નિષ્ફળ ટીમ બની ગઈ છે. બૅન્ગલોરે ૧૬ પ્લેઑફ મૅચમાંથી ૧૦માં હારનો સામનો કર્યો છે. ૯-૯ હાર સાથે ચેન્નઈ અને દિલ્હી લિસ્ટમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

બૅન્ગલોરની હાર સાથે ટુર્નામેન્ટમાં નવા ચૅમ્પિયન મળવાની ચર્ચા ખતમ થઈ છે. બાકી રહેલી ટીમોમાંથી કલકત્તા બે વખત અને હૈદરાબાદ-રાજસ્થાન ૧-૧ વખત ચૅમ્પિયન બની ચૂકી છે.

66
આટલી વિકેટ સાથે રાજસ્થાનનો ટૉપ વિકેટટેકર બન્યો યુઝવેન્દ્ર ચહલ 

IPL પ્લેઑફમાં સૌથી વધુ  મૅચ હારનારી ટીમ

ટીમ

કુલ મૅચ

હાર

બૅન્ગલોર

૧૬

૧૦

ચેન્નઈ

૨૬

૦૯

દિલ્હી

૧૧

૦૯

મુંબઈ

૨૦

૦૭

હૈદરાબાદ

૧૨

૦૭

 

એક પણ વ્યક્તિગત ફિફ્ટી વગર બનેલો હાઇએસ્ટ સ્કોર

મૅચ

વર્ષ

રન

સ્થળ

ચેન્નઈ-બૅન્ગલોર

૨૦૨૪

૩૪૯

ચેન્નઈ

રાજસ્થાન-બૅન્ગલોર

૨૦૨૪

૩૪૬

અમદાવાદ

ગુજરાત-બૅન્ગલોર

૨૦૧૭

૩૪૩

રાજકોટ

કલકત્તા-ચેન્નઈ

૨૦૨૧

૩૪૩

અબુ ધાબી

પંજાબ-રાજસ્થાન

૨૦૧૪

૩૪૨

મોહાલી

indian premier league IPL 2024 royal challengers bangalore rajasthan royals cricket news sports sports news